Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ડ્રેગન ફ્રૂટ છે તમારી તંદુરસ્તી બાબતે ખૂબ કામનું, વધાવે છે રોગપ્રતિકારક શક્તિ

ભારતમાંથી મોટા પ્રમાણમાં ફળોની નિકાસ થાય છે.ત્યારે હવે વિદેશી પ્રજાતિના ફળોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે, ફાઈબર અને ખનિજોથી સમૃદ્ધ ડ્રેગન ફૂટનો જથ્થાને દુબઈમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે. 'ડ્રેગન ફ્રૂટ' જે કમલમ તરીકે પણ ઓળખાય છે.તેનો વૈજ્ઞાનિક નામ હાયલોસેરેસુન્ડટસ છે. તે મુખ્યત્વે મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેટનામ જેવા દેશોમાં ઉગાડવામાં આવે છે. 1990ના દાયકાની શરૂઆતમાં તે ભારતમાં ઉત્પન્ન થયું હતું અને ઘરના બગીમાં ઉગાડવામાં આવતું હતું. વિવિધ રાજ્યોના ખેડુતો દ્વારા ખેતી માટે ડ્રેગન ફ્રૂટના વધતા ઉપયોગ સાથે જ તેની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી તેમ જાણવમાં મળે છે.

'ડ્રેગન ફ્રૂટ' જે કમલમ તરીકે પણ ઓળખાય છે.તેનો વૈજ્ઞાનિક નામ હાયલોસેરેસુન્ડટસ છે. તે મુખ્યત્વે મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેટનામ જેવા દેશોમાં ઉગાડવામાં આવે છે. 1990ના દાયકાની શરૂઆતમાં તે ભારતમાં ઉત્પન્ન થયું હતું અને ઘરના બગીમાં ઉગાડવામાં આવતું હતું. વિવિધ રાજ્યોના ખેડુતો દ્વારા ખેતી માટે ડ્રેગન ફ્રૂટના વધતા ઉપયોગ સાથે જ તેની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી તેમ જાણવમાં મળે છે.

ભારતમાં ક્યાં-ક્યાં ઉગે છે ડ્રેગન ફ્રૂટ

વર્તમાન સમયેમાં ડ્રેગન ફ્રૂટ મોટે પાચે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં ઉગાડવામાં આવે છે. તેની ખેતી (ડ્રેગન ફ્રૂટની ખેતી) માટે ઓછા પાણીની જરૂર હોય છે. તે વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફળની મુખ્ય ત્રણ જાતો જોવા મળે છે. જે છે સફેદ, ગુલાબી અને લાલ. .

મન કી બાતમાં PM મોદીએ કર્યો હતો ઉલ્લેખ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2020માં ઓલ ઇન્ડિયા રેડિયો પરના 'મન કી બાત' કાર્યક્રમમાં ગુજરાતના શુષ્ક કચ્છ વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા બદલ કચ્છના ખેડુતોને પણ અભિનંદન આપ્યા હતા.

ડ્રેગન ફ્રૂટમાં શું હોય છે?

ડ્રેગન ફ્રૂટમાં ફાઈબર, વિટામિન, ખનિજો અને એન્ટીઓકિસડન્ટો મળી આવે છે. તેની વિશેષતા તાણથી નુકસાન પામેલા કોષોને સરખા કરવામાં અને શરીરમાં બળતરા ઘટાડવા અને પાચક સિસ્ટમ સુધારવામાં મદદગાર છે. ફળની કમળ જેવી જ સ્પાઇક્સ અને પાંખડીઓ હોય છે. તેથી તેને કમલમ પણ કહેવામાં આવે છે.

ડ્રેગન ફ્રૂટ શું છે?

ડ્રેગન ફળ કેક્ટસની એક જાત છે. જોકે આ ફળનો સ્રોત મેક્સિકોમાં છે, પરંતુ હવે દેશના જુદા જુદા જિલ્લાઓમાં ડ્રેગન ફળની ખેતી કરવામાં આવી રહી છે. ડ્રેગન ફળનું બીજું નામ પીતાયા ફ્રૂટ છે. ગાજર અને નારંગી કરતાં આ શિયાળુ ફળ વધારે ફાયદાકારક છે. ડ્રેગનમાં ઘણાં આરોગ્યપ્રદ ઘટકો હોય છે. એક ડ્રેગન ફળમાં 60 કેલરી હોય છે અને ઘણું બધું મેગ્નેશિયમ, વિટામિન સી, ઓમેગા -3 અને ઓમેગા -9 હોય છે. તેમાં બીટા કેરોટિન અને લાઇકોપીન જેવા એન્ટીઓકિસડન્ટો પણ છે. બીટા કેરોટિન શરીરમાં વિટામિન એમાં ફેરવાય છે અને ત્વચા, આંખો અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.

હૃદય માટે ફાયદાકારક

ડ્રેગન ફ્રૂટના બીજમાં ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ હોય છે જે હૃદય માટે સારું છે. ડ્રેગન ફળમાં ઓમેગા -3 ફેટી એસિડ્સમાં એન્ટી ઈંફ્લેમેટરી ઘટકો હોય છે. તેથી આ ફ્રૂટને ખાવાથી હૃદયરોગ અને સાંધાનો દુખાવો થવાનું જોખમ ઓછું થાય છે. ડ્રેગન ફળ ખાવાથી હતાશા ઓછી થઈ શકે છે.

ડાયાબિટીઝ અને કેન્સરમાં રાહત

આ ફળ વય સાથે થતાં કેન્સરને કારણે ડાયાબિટીઝને રોકવામાં ખૂબ અસરકારક છે. ડ્રેગન ફળ કેન્સર સામે લડે છે. આ કેરોટિન નામના પદાર્થને મુક્ત કરે છે, જે શરીરમાં ગાંઠોનો નાશ કરે છે. સગર્ભા માતા પણ આ સ્વાદિષ્ટ ડ્રેગન ફળ ખાઈ શકે છે. આ ડ્રેગન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ડ્રેગન ફ્રૂટ ખાસ કરીને વિટામિન સીથી સમૃદ્ધ છે. પરિણામે શરીરની રોગપ્રતિકારક શક્તિ અકબંધ રહે છે. આ ફળ નિયમિત રીતે ખાવાથી તમારું શરીર સ્વસ્થ રહેશે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More