સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે...હિંદીની આ લાઈને તમે ચોક્કસ સાંભળી હશે. ઇંડા આપણા શરીકે માંડે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઇંડા ખાવાથી આપણા શરીરને ધણા બધા પ્રોટિન, કેલ્સિયમ અને વિટામિન્સ મળે છે.
સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે...હિંદીની આ લાઈને તમે ચોક્કસ સાંભળી હશે. ઇંડા આપણા શરીકે માંડે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઇંડા ખાવાથી આપણા શરીરને ધણા બધા પ્રોટિન, કેલ્સિયમ અને વિટામિન્સ મળે છે. પરંતુ શુ તમને ખબર છે જે ઇંડાના છોતરાને તમે કચરાના ડબામાં ફેંકી નાખો છો તેના તમારા ચેહરા માટે કેટલા બધા ફાયદાઓ છે. તેના છોતરાથી તમે તમારા ચેહરાની સુંદરતાને વધારી શકો છો.
ઇંડાના છોતરામાં કેલ્સિયમ કાર્બોનિટ હોય છે. જે ચેહરાના નબળા ને દૂર કરે છે. સાથે-સાથે તે પિમ્પલ્સ, ટેનિંગ, ડાધ દૂર કરીને સ્કિન ગ્લો પણ વધારે છે. ઇંડાના છોતરાના પાવડર બનાવીને તેમા મઘ ભેળવો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પોતાના ચેહરા ઉપર લગાડો અને અડદા કલાક પછીને ધોઈ નાખો. આવુ દરરોજ કરવાથી ચેહરા પર ગ્લો છવાશે.
ઈંડાના છોતરા અને લીંબુનો રસ
ફોલ્લીઓ, ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓથી નિજાત પાવા માટે ઇંડાના છોતરાના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ચેપ અટકાવશે અને ડાઘ દૂર કરશે.
ઇંડાના છોતરા અને એલોવેરા જેલ
ઇંડાના છોતરા શુષ્ક ત્વચાને રીપેર કરવામાં મદદરૂપ છે. ઇંડાના છોતરાનો પાવડર લો અને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો અને તેને સુકાવા દો. થોડા સમય પછી ત્વચાને પાણીથી ધોઈ લો. આ ત્વચાને નરમ બનાવશે.
ડાઘ માટે ઇંડાના છોતરા ઉપયોગી
જો તમે ચહેરાના ડાઘ દૂર કરવા માંગો છો, તો પછી ઇંડાના છોતરાનો ઉપયોગ કરો.પેસ્ટ બનાવીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. મસાજ કર્યા પછી તેને થોડા સમય માટે સુકાવા દો અને પછી પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં, ફોલ્લીઓ દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે.
Share your comments