વર્તમાન સમયમાં નારિયેળનું પાણીની ખૂબ જ માંગ વધી રહી છે. નારિયેળ પાણીને એક સુપર ડાઈટિંગ ફૂડ માનવામાં આવે છે. જે ગરમી તથા ઠંડી બન્નેમાં તે પી શકાય છે. મોટાભાગે આપણે જોયું છે કે જ્યારે લોકો નારિયેળ પાણી પીવે છે ત્યારે તેની અંદર રહેલી મલાઈને એમ જ છોડી દે છે.
આ મલાઈ નારિયેળની અંદર લાગેલી હોય છે. જે લોકો નારિયેળની આ મલાઈ ખાતા નથી તેઓ નારિયેળની મલાઈ અંગે પરિચીત હોતા નથી. આ નારિયેળ સાથે તે મલાઈને કચરાપેટીમાં ફેકી દે છે. આજે અમે નારિયેળની મલાઈના શું લાભ છે તે અંગે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ.
નારિયેળ પાણી અને તેની ક્રિમ કે મલાઈના લાભ
આ અગાઉ અમે જણાવી દઈએ કે તેમા પોટેશિયમ, સોડિયમ, કેલ્સિયમ, એન્ટીઓક્સિડેન્ટ્સ અને વિટામીન સી જેવા પોષક તત્વો રહેલા હોય છે. તેમાં ખનિજ પદાર્થનું વિપુલ પ્રમાણ હોય છે. જ્યારે ફેટ, સુગર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. પણ નારિયેળની મલાઈને વેટ લોસ કરવા પર ફોકસ રાખનારા લોકો ખાવાનું પસંદ કરતા નથી. કારણ કે તેમા ચરબીનું પ્રમાણ વધારે હોય છે. પણ તેના સેવનથી તમામ લાભ થાય છે. નારિયેળની અંદર મલાઈ ખાવાથી આરોગ્ય માટે ખૂબ જ લાભ થાય છે.
નારિયેળ પાણીના લાભ
શરીરમાં ડીહાઈડ્રેશનની ઉણપ દૂર થાય છે
ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે
વાળ અને સ્કીન માટે લાભદાયક છે
નારિયેળની મલાઈ
વજન ઘટાડવામાં મદદ કરે છે
ડાઈઝેશન ફ્રી હોય છે
એનર્જીનું પાવરહાઉસ છે
સારું કોલેસ્ટ્રોલ વધારે છે.
નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટર છે
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે
નારિયેળની મલાઈના વિશેષ લાભ
ઓસ્ટિયોપોરોસિસના જોખમ બચાવે છે
હાંડકા મજબૂત કરે છે
સ્કીન માટે લાભદાયક
કિડની માટે લાભદાયક
હેંગઓવરથી રાહત મળે છે
દાંત મજબૂત રહે છે
Share your comments