શરીર પર રેશિસ કોઈપણ ભાગ પર થઈ શકે છે, જેનાથી ત્વચા પર બળતરા અને સોજો આવી શકે છે. કેટલાક રેશિસના કારણે ખંજવાળ, લાલાશ, દુઃખાવો, બળતરા અને ફોલ્લાંઓ પણ થઇ શકે છે. નિષ્ણાતો માને છે કે રેશિસ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પણ થઇ શકે છે.
કેટલાક ચોક્કસ જીન્સના લોકોને વધુ રેશિસ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાતોના મતે, કેટલાક ઘરેલું ઉપાયો આ સમસ્યાને ઘટાડવામાં ફાયદાકારક હોય છે.
કપૂર અને નાળિયેર તેલ
- સ્કિન એક્સપર્ટ્સનું માનવું છે કે એલર્જીને કારણે ત્વચા પર ખૂબ જ ખંજવાળ આવે છે.
- આવી સ્થિતિમાં, લોકોએ પ્રભાવિત જગ્યાને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.
- વળી, કપૂર અને નાળિયેર તેલનો ઉપયોગ પણ ફાયદાકારક છે. તેના ઉપયોગ માટે કપૂર પીસીને નાળિયેર તેલમાં મિક્સ કરો.
- પછી આ મિશ્રણને એલર્જીવાળી જગ્યા પર લગાવો.
- આ પેસ્ટ દિવસમાં ઓછામાં ઓછી બે વાર લગાવવી જોઈએ.
Share your comments