Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

તંદુરસ્ત રહેવા માટે આટલું અવશ્ય કરો.

ભૂતકાળનો વિચાર ના કરો તથા ભવિષ્યનો પણ વિચાર ન કરો. ફક્ત આજનું જ વિચારો. ગીત ગાઓ, હસતા રહો, વગર અવાજે મનમાં હસતા રહો. અને જો હાથ કામ કરતા હોય તો લખતા રહો.

Sukhadev Thakor
Sukhadev Thakor

માણસ હંમેશા સો વર્ષ જીવે તેવી ઇચ્છા રાખતો હોય છે. સારા કર્મ કરતા રહો. મનને ખાલી ન રાખો. નવરાશ સમયે કોઈને કોઇ પ્રવૃત્તિ કરતા રહો. ભૂતકાળનો વિચાર ના કરો તથા ભવિષ્યનો પણ વિચાર ન કરો. ફક્ત આજનું જ વિચારો. ગીત ગાઓ, હસતા રહો, વગર અવાજે મનમાં હસતા રહો. અને જો હાથ કામ કરતા હોય તો લખતા રહો. જ્ઞાાન અને શબ્દનો અનુભવ કરો અને જો ભણેલા ગણેલા ન હોવ તો ઘરના કામોમાં મદદ કરો. આવી ધારણા મનમાંથી કાઢી નાખો કે તમે ઘરડા થઈ ગયા છો.

રાત્રે ઉંઘ ૩ થી ૪ કલાક આવે તો ચિંતા ન કરો

રાત્રે ઉંઘ ૩ થી ૪ કલાક આવે તો ચિંતા ન કરો ઘડપણમાં ઊંઘ ઓછી થઈ જાય છે. સવાર સાંજ ફરતા રહો, બીજા અન્ય કામોમાં વ્યસ્ત રહો. હરવા ફરવાનું રાખો, વ્યાયામ કરો થાક લાગવાથી ઊંઘ સારી આવશે. આરામ કરવાથી ઊંઘ ન આવે તો પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપો. શ્વાસ લેતી વખતે પહેલાં પેટ ફુલે પછી છાતી, શ્વાસ છોડતી વખતે પહેલા છાતી પછી પેટ સંકોચાય આ એક પૂરો યોગ છે. આમ છતાંય જો ઊંઘ ન આવે તો મેદ્યરસાયન ઔષધ સવારે 1 ચમચી અને રાત્રે સૂતા પહેલા 1

ચમચી લો.

સવારમાં ઉઠો ત્યારે તાંબાના લોટામાં ભરેલ પાણી પીવો

સવારે ઉઠતાની સાથે જ રાત્રે તાંબાના લોટામાં મુકેલ પાણી ૨ થી ૩ ગ્લાસ પુરેપૂરા ભરીને પી

લો. અને દિવસભર જ્યારે તરસ લાગે ત્યારે થોડું થોડું પાણી પીધા રાખો રાત્રે ઊંઘતી વખતે પોતાના હાથ પગની આંગળીઓ ૧૫ થી ૨૦ વાર જાતે જાતેદબાવો, ઉઠક-બેઠક કરો, થોડીક કસરત કરો તેમ કરવાથી આયુષ્ય વધે છે અને તમે સ્વસ્થ પણ રહી શકો છો. દરરોજ સવારે તમે જે વ્યાયામ કરો છો તે ચાલુ જ રાખો. પછી સવાર કોઈ જંગલ, બાગ બગીચા અથવા ખુલ્લી હવા વાળી જગાએ ફરવા જતા રહો.

ભોજન ધીરે -ધીરે કરો

બપોરે ભોજન કરતી વખતે શક્ય હોય તો લસણનું સેવન અવશ્ય કરો. (જો આપના ધર્મમાં અનુમતિ હોય તો). ૩ થી ૪ લસણની શેકેલી કળી ખાવો. શક્ય હોય તો જમતી વખતે પગની પાની ધોવાની

ટેવ પાડો. ભોજનને ધીમે ધીમે એકદમ ઝીણું ચાવીને પેટમાં ઉતારો તેનાથી કબજીયાત દૂર થશે તથા તંદુરસ્તી અને સ્ફૂર્તિ જોવા મળશે

ભોજન કર્યાના પછી તરત જ પાણી ન પીવુ

ભોજનના એક કલાક પહેલા તથા એક કલાક પછી જ પાણી પીવાની ટેવ પાડો. ક્યારેય પણ ફ્રીઝનું ઠંડુ પાણી ન પીઓ. માટલાનું ઠંડુ પાણી પી શકાય છે. જાપાનના લોક દરરોજ ગરમ જ પાણી પીએ છે તેવો એક રિપોર્ટ છે. ગરમ પાણી પીવાથી તેના અંદર રહેલા કીટાણુ તથા જીવજંતુઓનો નાશ થાય છે અને તમે એકદમ ચોખ્ખુ પાણી પી શકો છો. ૪ થી ૫ વાગ્યાની અંદર જો ભૂખ લાગે તો ફળ ખાવા.

રાત્રીનું ભોજન સૂર્યાસ્ત પહેલા કરવાની ટેવ પાડવી

બીજી કોઈ તળેલી વસ્તુનું સેવન કરવું નહીં. આપણા જીવનની ચાર ક્રિયાઓ મહત્ત્વની છે શયન, શૌચ, સ્નાન અને ભોજન આ ચાર ક્રિયાઓ ઉપર જ મહત્વની ભૂમિકા છે. રાત્રે ભોજન હલકુ તથા પાચનવાળુ હોવું જોઈએ. તે ભોજન સૂર્યાસ્ત થતાં પહેલાં જ કરી લેવું. ભોજન કર્યા પછી કોગળા કરી મો સ્વચ્છ અવશ્ય કરવું. માનવ પોતાની જાત ઉપર દ્રઢસંકલ્પ કરવાથી પોતાની કાયા પલટી શકે છે તથા તે ૧૦૦ વર્ષ પણ જીવી શકે છે. જે પોતાના આત્મવિશ્વાસ ઉપર નિર્ભર છે. નકારાત્મક વિચારોથી દૂર રહો. હંમેશા સારા કર્મ કરતા રહો. અને આપની પાસે જેટલી આરોગ્યને લગતી માહિતી હોય તે બીજા લોકોને આપો જેથી બીજા લોકોનું સ્વાસ્થ્ય સારું બને. 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More