તમે મીઠા લીમડાને તો ઘણી સારી રીતે જાણતા જ હશો, પરંતુ તેના આ દુર્લભ લાભ વિશે અત્યાર સુધી નહીં સાંભળ્યુ હોય તો આજે અમે તમને જણાવીશું મીઠા લીમડા અને તેના જ્યૂસથી થતા લાભ વિશે..
સાંભાર, કઢી અને ચટણી જેવી વસ્તુઓનો સ્વાદ વધારવા માટે તમે મીઠા લીમડાનો વઘાર તો કરતાં જ હશો. ખાસ કરીને દક્ષિણ ભારતીય વાનગી તો તેના વગર અધૂરી જ લાગે છે. પરંતુ શું તમે ક્યારેય સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે મીઠો લીમડો અથવા તેના જ્યુસનું સેવન કર્યુ છે? હકીકતમાં મીઠો લીમડો એટલે કે કરી પત્તાનો માત્ર સ્વાદ માટે જ ઉપયોગ નથી થતો. આ સ્વાસ્થ્યને પણ કેટલીય રીતે ફાયદો પહોંચાડે છે.
મીઠો લીમડો છે ગુણોથી ભરપૂર
મીઠા લીમડામાં રહેલ આયર્ન, ઝિન્ક, કૉપર, કેલ્શિયમ, વિટામિન 'એ' અને 'બી', એમીનો એસિડ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફોલિક એસિડ જેવા પોષક તત્ત્વ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. મીઠો લીમડો તમારી ત્વચા, તમારા વાળ અને તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનો તમે જમવા ઉપરાંત પણ ઘણી બધી રીતે ઉપયોગમાં લઇ શકો છો જેનાથી તમને ભરપૂર ફાયદો થશે. તો જાણો, મીઠા લીમડાના ભરપૂર ફાયદાઓ વિશે...
મીઠા લીમડાનું જ્યૂસ બનાવવાની રીત
મીઠા લીમડાનો જ્યૂસ તૈયાર કરવા માટે પંદર-વીસ મીઠા લીમડાના પાંદડાં ધોઇને સાફ કરી લો. તેને મિક્સરમાં નાંખીને બે ચમચી પાણી નાંખીને ક્રશ કરી લો. જ્યારે આ પેસ્ટની જેમ તૈયાર થઇ જાય ત્યારે તેમાં એક ગ્લાસ પાણી નાંખીને ફરીથી મિક્સર ચલાવી દો. હવે તેને ગરણીથી ગાળી લો અને તેનું સેવન કરો.
1. વજન ઘટાડવામાં ઉપયોગી
મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે અને તમારું વજન વધતું પણ નથી. તેનાથી તમારું કોલેસ્ટ્રૉલ પણ કંટ્રોલમાં રહે છે.
2. લોહીની ઊણપ થશે દૂર
મીઠો લીમડો તમારા શરીરમાં લોહીની ઊણપને પૂરી કરવામાં મદદ કરે છે. તેના સેવનથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે કારણ કે તેમાં ખૂબ જ પ્રમાણમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે.
3. પાચન શક્તિ વધારશે
જો તમે ખાલી પેટ મીઠા લીમડાનું સેવન કરો છો તેનાથી પાચનશક્તિમાં વધારો થાય છે. આટલું જ નહીં મીઠો લીમડો ખાવાથી તમને કબજિયાતથી પણ રાહત મળે છે.
4. મોર્નિંગ સિકનેસ કરશે દૂર
ઘણીવાર સવારે ઉઠીને આપણું મન બેચેન રહે છે અને આપણને ઉલ્ટી જેવું થવા લાગે છે એવામાં તમે સવારે ખાલી પેટ મીઠા લીમડાનું સેવન કરશો તો તમને તેનાથી પણ છૂટકારો મેળવી શકો છો.
5. હ્રદયની બીમારી સામે કરે રક્ષા
મીઠો લીમડો તમને હૃદયની બીમારીઓથી પણ બચાવી રાખે છે. તેમાં રહેલા એન્ટી-ઑક્સિડેન્ટ તમને આ રોગથી દૂર રાખે છે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો : ઉનાળામાં બીટના જ્યૂસ સાથે આ શાકભાજી અને ફળોનો રસ ઉમેરો થશે બેગણો ફાયદો
6. કફ કરે દૂર
જો તમે મીઠા લીમડાને ક્રશ કરીને તેમાં મધ મિક્સ કરીને ખાશો તો તમને કફમાં રાહત મળશે અને ખાંસીની સમસ્યા તમને હેરાન કરશે નહીં.
7. ખીલથી મળશે છૂટકારો
જો તમે લાંબા સમયથી કોઈ ત્વચાની તકલીફથી પરેશાન છો અથવા તો તમારા ચહેરા પર ખીલ છે તો તમે દરરોજ મીઠો લીમડો ચાવી જાઓ અને તેની પેસ્ટ બનાવીને પોતાના ચહેરા પર લગાવો.
8. વાળને બનાવે મજબૂત
મીઠા લીમડાના લાજવાબ ફાયદાઓમાંથી એક ફાયદો એ પણ છે કે તેનાથી તમારા વાળ મજબૂત થાય છે. જો તમે તેનો ઉપયોગ નારિયેળના તેલની સાથે કરશો તો તેનાથી તમારા વાળ એકદમ મજબૂત બનશે.
9. એનીમિયાની પરેશાની મળશે છૂટકારો
મીઠા લીમડાના જ્યુસનું સેવન કરવાથી એનીમિયાની પરેશાની દૂર થાય છે. તેમાં વધુ પ્રમાણમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે જે એનીમિયાને દૂર કરવામાં મદદ કરે છે.
10. આંખોની રોશની વધારે
આંખોની રોશની વધારવામાં પણ મીઠા લીમડાનો જ્યૂસ ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલા એન્ટી-ઑક્સિડેન્ટ તેમાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ મોતિયા જેવી મુશ્કેલીને વહેલા આવવા દેતી નથી. તમે ઇચ્છો તો જ્યુસની જગ્યાએ પાંદડાંનું પણ સેવન કરી શકો છો.
11. બ્લડ શુગર રાખે કન્ટ્રોલમાં
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસના દર્દીને રાહત આપે છે. તેમાં એન્ટી-ડાયાબિટીક એજેન્ટની હાજરી શરીરમાં ઇન્સ્યુલિનની એક્ટિવિટી પર અસર કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. આ સાથે જ મીઠા લીમડામાં રહેલ ફાઇબર પણ ડાયાબિટીસ પેશેન્ટને ફાયદો પહોંચાડે છે.
આ પણ વાંચો : પીવાના પાણીને ઘરે જ કરો સરળતાથી સ્વચ્છ, અને બનાવો પીવા લાયક
Share your comments