ઠંડીની સિઝન આવી ગઈ છે અને ધીમે ધીમે ઠંડી હવા ચાલી રહી છે, હવે મોસમમાં નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે આ સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે ઠંડીની શરૂઆત થાય છે. આમ તો ખેડૂતભાઈઓ તમામ પ્રકારના પાકો અને શાકભાજીની ખેતી કરી સારો નફો મેળવે છે. પણ આ ઉપરાંત કેટલાક એવા શાકભાજી છે કે જે ઠંડીની મૌસમમાં ઉગાડી શકાય છે. આ સંજોગોમાં અમે કેટલાક એવા શાકભાજી અંગે માહિતી આપશું કે જે તમને વધારે ફાયદો કરાવશે. તો ચાલો જાણીએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કયા શાકભાજીની ખેતી કરવી વધારે નફાદાયક છે
શિમલા મરચાની ખેતી
શિમલા મરચા શાકભાજી જે ભરપૂર પ્રમાણમાં વિટામીન-સી અને વિટામીન એ તથા ખનિજો જેવા કે આયર્ન, પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર છે,જે આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેના માટે આવશ્યક તત્વને લીધે બજારમાં તેની માગ વિશેષ હોય છે અને તેની કિંમત ઘણી વધારે હોય છે. જ્યારે તેની નિકાલ પણ અલગ અલગ દેશોમાં કરવામાં આવે છે. જો ખેતીની વાત કરીએ તો તેની કેટલીક ઉન્નત જાતો છે,જેની ખેતી કરી તમે ઈચ્છીત નફો મેળવી શકો છો, આ જાતો જેવી કે કેલિફોર્નિયા વંડર, રોયલ વંડર, યેલો વંડર, ગ્રીન ગોલ્ડ, ભારત, અરકા વસંત, અરકા ગૌરવ, અરકા મોહિની, સિંજેન્ટા ઈન્ડિયાની ઈન્દ્રા, બોમ્બી, લારિયો અનો ઓરોબેલ, ક્લોઝ ઈન્ટરનેશનલ સીડ્સની આશા, સેમિનીશની 1865, હીરા વગેરે.
લસણની ખેતી
લસણની વાત કરીએ તો તેમા પણ અનેક એવા પોષક તત્વ જોવા મળે છે, જે ઠંડીની સિઝનમાં આપણા શરીરને ઠંડીથી બચાવે છે. માટે ઠંડીમાં તેનું સેવન વધારે કરવામાં આવે છે. લસણની ઉન્નત જાત છે યમુના સફેદ 1 (જી-1), યમુના સફેદ 2(જી-50), યમુના સફેદ 3 (જી-282), યમુના સફેદ 4 (જી-324) છે,જે વધારે પ્રમાણમાં ઉત્પાદન આપે છે. આ જાત ખેતી માટે ઘણી ઉપયોગી માનવામાં આવે છે. જો તમે આ જાતની ખેતી કરો છો તો તમને વધારે નફો પ્રાપ્ત થશે.
ડુંગળીની ખેતી
ડુંગળી એક એવો પાક છે, જેનું સેવન પ્રત્યેક મોસમમાં છે. ડુંગળીમાં અનેક એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મો જોવા મળે છે, જે આપણા શરીરને અનેક રોગો સામે લડવાની ક્ષમતા રજૂ કરે છે. આ ડુંગળીનું સેવન વધારે કરવામાં આવે છે. તેની જાતોની વાત કરીએ તો પૂસા રેડ, પૂસા રત્નાર, પૂસા માધવી, પંજાબ સેલેક્શન, આરકા નિકેતન, અરકા કલ્યાણ, અરકા બિંદુ, બસવંત 780, એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ, પંજાબ રેડ રાઉડ, કલ્યાણપુર રેડ રાઉન્ડ, હિસાર વગેરે છે, જે સારું ઉત્પાદન આપે છે.
વટાણાની ખેતી
વટાણાની ઉન્નત જાત છે, જેની ખેતી તમને સારો નફો પ્રાપ્ત કરી શકે છે, આર્કિલ, બી.એલ. અગેતી વટાણા-7 (વી એલ-7), જવાહર વટાણા 3 (જે એમ3, અર્લી ડિસેમ્બર), જવાહર વટાણા-4 (જે એમ 4), હરભજન (ઈસી 33688), પંત વટાણા-2
(પીએમ-2), જવાહર પી-4, પંત શાકભાજી વટાણા, પંત શાકભાજી વટાણા 5, આ ઉપરાંત જલ્દી તૈયાર થનારી અન્ય જાત છે.
ફુલાવરની ખેતી
જો આપણે વાત કરીએ તો તેની કેટલીક ઉન્નત જાત છે, પૂસા સનોબાલ 1, પૂસા સનોબાલ કે-1. સ્નોબોલ 16, પંત શુભ્રા, અર્લી કુંવારી પૂસા દિવાળી જે વધારે ઉત્પાદન આપે છે. તેની ખેતીની વાત કરવામાં આવે તો માટી યોગ્ય માનવામાં આવે છે, આ ઉપરાંત માટીની પીએચ 6-7 વચ્ચે હોવી જોઈએ.
Share your comments