કોરોનાના વધી રહેલા કેસને જોતા હવે પોતાની જાતને ફિટ રાખવી ખૂબ જ જરૂરી બની ગયુ છે. પૂરી સાવચેતી સાથે ઈમ્યૂન સિસ્ટમ (રોગ પ્રતિકારક ક્ષમતા)ને મજબૂત કરવી ખૂબ જરૂરી છે. અનેક લોકો આ મહામારીનો સામનો કરવા માટે તેમના ઘરોમાં જ પરંપરાગત આયુર્વેદિક જડીબુટ્ટી અને મસાલાનો ઈમ્યૂન સિસ્ટમ (Immune System) વધારવા માટે ઉપયોગ કરે છે.
મોટાભાગના ડોક્ટરો સામાન્ય રીતે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી મૌસમી બીમારીઓને અટકાવવા માટે અત્યંત મહત્વના ઘરેલુ ઉપચારો પર ભાર આપી રહ્યા છે, એટલે જ તો અનેક લોકો નિયમિત રીતે પ્રતિરક્ષા બૂસ્ટરનું સેવન કરે છે. અલબત આ પ્રકારની અનેક એવી પદ્ધતિ છે જે પૈકી એક ઉકાળો કે આયુર્વેદિક હર્બલ ડ્રીંક તૈયાર કરવામાં આવે છે. એવી જ એક ઉકાળાની વિધિ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે.
તો ચાલો જાણીએ આ ઉકાળો બનાવવાની વિધિ....
શેફ અનાહિતા ઘોંડેએ ઉકાળાની એક વિધિને શેર કરી છે...જે ઈમ્યૂન સિસ્ટમને વધારવામાં ખૂબ જ મદદ કરી શકે છે. બીજી બાજુ કોરોનાના દર્ધી અર્શિતા બી કપૂરે આ ઉકાળા અંગે કહ્યું છે કે "આ ઉકાળો હકીકતમાં એક જીવનદાયક છે. તેમણે લખ્યુ છે કે કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ ઉકાળાની મદદથી ઈમ્યૂનને મજબૂત તથા ઠીક કરવામાં આવી. તે દિવસમાં બે વખત પીવો, અને તમે ચોક્કસપણે મબજૂતીનો અહેસાસ કરશો. અર્શિતાએ કહ્યું કે આ ઉકાળો સ્વાદિષ્ટ પણ છે.
હું હંમેશા તેમા વધારે તજ તથા ગોળનું મિશ્રણ કરી છીએ.
ઉકાળા બનાવવા માટે સામગ્રી...
મોટી ઈલાઈચી, તાજી હળદર, લવિંગ, તજ, મરી, આદુ, સૂકી દ્રાક્ષ, મધ કે ગોળ
ઉકાળો તૈયાર કરવાની વિધિ...
તાજી હળદર અને આદુની છાલ ઉતારી લો. મિક્સરમાં મિશ્રણ કરો.
એક વાસણમાં પાણી ઉકાળો અને હળદર અને આદુ નાંખો.
ત્યારબાદ અન્ય તમામ મસાલા પણ એક મિનિટ બાદ નાંખો.
ત્યારબાદ 20-30 મિનિટ સુધી. મિઠાસ કે સ્વાદ પ્રમાણે તેમા ગોળ કે મધ ઉમેરો..
Share your comments