Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

સરસવના તેલનુ કરો સેવન અને વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ, જાણો તેના ફાયદા

સરસવના તેલ વિશે તો તમે બધા જાણતા જ હશો. ભાગ્યે જ કોઇ ઘરમા સરસવના તેલ નો ઉપયોગ નહિ થતો હોઇ. હવે તો સરસવના તેલનો ઉપયોગ આયુર્વેદમાં પણ જોવા મળે છે. શાકભાજીમાં સરસવનુ તેલ નાખી તમે સ્વાદનો લુપ્ત તો ઉઠાઈ જ શકો છો સાથે સાથે સરસવનુ તેલ આરોગ્ય માટે પણ બહુ જ લાભકારી હોય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

સરસવના તેલ વિશે તો તમે બધા જાણતા જ હશો. ભાગ્યે જ કોઇ ઘરમા સરસવના તેલ નો ઉપયોગ નહિ થતો હોઇ. હવે તો સરસવના તેલનો ઉપયોગ આયુર્વેદમાં પણ જોવા મળે છે. શાકભાજીમાં સરસવનુ તેલ નાખી તમે સ્વાદનો લુપ્ત તો ઉઠાઈ જ શકો છો સાથે સાથે સરસવનુ તેલ આરોગ્ય માટે પણ બહુ જ લાભકારી હોય છે. તેનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરી શકાય. સરસવનું તેલ આરોગ્ય માટે તો  સારું છે જ સાથે-સાથે તે સુંદરતા પણ વધારે છે. સરસવમાં એવા તત્વો જોવા મળે છે જેની ત્વચા અને તમારા શરીરને જરૂર છે. સરસવનું તેલ આરોગ્ય, વાળ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે. તેમાં ઘણા બધા પોષક તત્વ છે.વાળથી લઈને તમારા શરીર ની પૂરી ત્વચાને ફાયદો પહુંચાડે છે.સરસવનાં  તેલ ને ખૂબ સારું પેનકિલર પણ કહી શકાય છે.

સરસવનુ તેલ
સરસવનુ તેલ

સરસવના તેલનો ઉપયોગ રસોઈથી લઈને માલિશ કરવા સુધી થાય છે. જો કે, આજના સમયમાં બજારમાં ઘણા રસોઈ તેલ ઉપલબ્ધ છે, જે વધુ આરોગ્યપ્રદ હોવાનો દાવો કરે છે. પરંતુ આજે પણ ઘણા ઘરોમાં લોકો સરસવના તેલનો ઉપયોગ વધારે કરે છે.

સરસવનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સરસવના તેલમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, સંતૃપ્ત ચરબી, પ્રોટીન, ફાઈબર અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વો હોય છે, જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. સરસવના તેલથી બનેલા ખોરાકનું સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ સરસવના તેલના ફાયદા.

સરસવના તેલના ફાયદા

1. પાચન મજબુત બનાવે છે 

તમે બધા જાણો જ છો કે જો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા હોય તો  પેટને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. નબળી પાચનતંત્ર આપણા આખા શરીરને અસર કરે છે. તેથી જો તમે પણ પાચનક્રિયાને સારી રાખવા માંગતા હોવ તો તમે સરસવના તેલથી બનેલો ખોરાક ખાઈ શકો છો.

2. ચેપ સામે રક્ષણ આપે છે

સરસવનું તેલ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણોથી ભરપૂર છે. તેનો ઉપયોગ આંતરિક અને બાહ્ય બંને રીતે થઈ શકે છે. સરસવનું તેલ ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.

3. હૃદયને સ્વસ્થ રાખે છે

સરસવનું તેલ હૃદય માટે સારું માનવામાં આવે છે. ઘણા સંશોધનો અનુસાર, ખાદ્ય પદાર્થોમાં સરસવના તેલનો ઉપયોગ હૃદયને સ્વસ્થ રાખી શકે છે.

4. રોગપ્રતિકારક શક્તિમાં વધારે કરે છે 

સરસવના તેલમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસથી થતા રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. સરસવના તેલમાંથી બનેલા ખોરાકનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.

આ પણ વાંચો:Lemon Pickle Recipe: લીંબુનું અથાણું હોય છે આરોગ્યથી ભરપૂર, અહીં જાણો બનાવવાની રીત

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More