દહીનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે, કારણ કે તેમાં સારી માત્રામાં પૌષ્ટિક તત્વો રહેલા હોય છે. તેની સાથે જો ગોળ ભેળવીને ખાવામાં આવે તો દહીંમાં રહેલ પોષક તત્ત્વોનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. કારણ કે ગોળમાં પણ ભરપૂર માત્રામાં આયર્ રહેલ હોય છે.
ફાયદો થશે બમણો
તેથી દહીં અને ગોળનું સાથે સેવન કરવામાં આવે તો શરીરમાં તેનો ખૂબ જ અસરકારક પ્રભાવ જોવા મળે છે. દહીં સાથે ગોળ ખાવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. તો આજે અમે તમને જણાવીશું દહીંની સાથે ગોળ ખાવાથી કયા લાભ થાય છે.
લોહીનું પ્રમાણ વધારે
મહિલાઓની સૌથી મોટી સમસ્યા એનિમિયાની હોય છે, એનિમિયા એક બીમારી છે, જેમાં શરીરમાં લોહીની કમી થઈ જાય છે. દહીં અને ગોળનું સેવન એક સાથે કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને એનિમિયા જેવી બીમારીથી બચાવ થાય છે.
પીરિયડ્સના દુખાવામાં આરામ
મહિલાઓને દર મહિને માસિક ધર્મ માંથી પસાર થવું પડે છે. જ્યાં અમુક મહિલાઓ આ દુખાવાને સહન કરી લેતી હોય છે, તો અમુક મહિલાઓ માટે આ દુખાવો અસહ્ય બની જાય છે. જો તમારે પણ માસિક ધર્મ દરમિયાન દુખાવાની સમસ્યા રહેતી હોય તો તેમાંથી રાહત મેળવવા માટે તમારે એક વાટકી દહીંની સાથે ગોળનું સેવન શરૂ કરી દેવું જોઈએ. જો આ સિવાય પણ તમને પેટમાં દુખાવો રહેતો હોય તો તેમાં પણ તમને રાહત પહોંચાડશે.
શરદી અને ખાંસીમાંથી રાહત મળશે
હાલના સમયમાં એવું વાતાવરણ રહે છે, જેનાથી મોટાભાગના લોકોને શરદી અને ખાંસીની સમસ્યા રહે છે. બદલતા વાતાવરણની સાથે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય બીમારીઓ પણ આવતી હોય છે. દહીંની સાથે ગોળનું સેવન કરવાથી શરદી ખાંસી જેવી સમસ્યા દૂર થાય છે. ગોળમાં મળી આવતા પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને કોપર ખાંસીને તમારાથી દૂર રાખે છે. સાથે જ દહીંમાં રહેલ હેલ્ધી બેક્ટેરિયાથી તમારી ઈમ્યુનિટી પણ વધે છે.
આ પણ વાંચો : અસ્થમામાં રાહતની સાથે વજન વધારવા માટે અંજીર છે ઉપયોગી
વજન ઘટાડશે
જો તમે સ્થૂળતાને કારણે પરેશાન છો અને ઘણી બધી કોશિશ કરવા છતાં પણ તમારા વજનમાં ઘટાડો નથી થઈ રહ્યો તો તમારે દહીં અને ગોળનું સેવન કરવું જોઇએ. તે તમને વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિયમિત રૂપથી જો તમે દહીંમાં ગોળ ઉમેરીને ખાવાનું શરૂ કરો છો, તો થોડા દિવસોની અંદર તમને ફરક જોવા મળશે.
તણાવમાં મળે રાહત
દહીં એક એવી વસ્તુ છે જેનો સીધો સબંધ મગજ સાથે છે. જો તમે દહીં અને ગોળ એક સાથે ખાશો તો તે તમારો તણાવ ઓછો થાય છે. દહીંમાં તાણ ઓછું કરવા માટેના ઘટકો હોય છે. જો તમે દરરોજ દહીં સાથે ગોળનું સેવન કરો છો તો તમને ક્યારેય તણાવ આવશે નહીં.
થાક દૂર કરશે
જો ગોળ અને દહીં મિક્સ કરી રોજ ખાવામાં આવે તો તે શરીરને હાઈડ્રેટ રાખે છે અને તમારો થાક દૂર થાય છે.
પાચનમાં સુધારો કરશે
ઘણા લોકોને અપચોની સમસ્યા હોય છે, ત્યારબાદ પેટની વધુ સમસ્યાઓ પણ જન્મે છે. જેમ કે કબજિયાત, ઉબકા, પેટનું ફૂલવું વગેરે. જો તમે રોજ એક વાટકી દહીંમાં ગોળનું સેવન કરો છો તો તે તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો : તાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટાડવામાં મળશે મદદ, જુઓ અનેક ફાયદાઓ
Share your comments