Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Climate Change: લોકોની હેલ્થ પર થઈ રહ્યો છે વાતાવરણમાં બદલાવનું અસર, લોકોને બનાવી રહ્યું છે હાર્ટ પેશેન્ટ

2024 માં જ્યારથી ઉનાળાની શરૂઆત થઈ છે સર્વત્ર હોબાળો જોવા મળી રહ્યો છે. ઝડપથી વધી રહેલા તાપમાનના કારણે લોકો માટે ધરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ વર્ષની ગરમીએ ઘણા રેકોર્ડ તોડી પાડ્યા છે. સળગતા સૂર્યનો આ ત્રાસ હજુ અટકવાનો નથી એવું તો અમને ખબર પડી ગઈ છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

2024 માં જ્યારથી ઉનાળાની શરૂઆત થઈ છે સર્વત્ર હોબાળો જોવા મળી રહ્યો છે. ઝડપથી વધી રહેલા તાપમાનના કારણે લોકો માટે ધરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ વર્ષની ગરમીએ ઘણા રેકોર્ડ તોડી પાડ્યા છે. સળગતા સૂર્યનો આ ત્રાસ હજુ અટકવાનો નથી એવું તો અમને ખબર પડી ગઈ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હવામાન બદલાવાના કારણે તાપમાન સંબધિત વિક્ષેપ સતત જોવા મળી રહ્યો છે. આબોહવામા પરિવર્તન ફક્ત ભારતમાં જ નહીં વિશ્વયાપી ચિંતાનો વિષિય છે અને તેને સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર ખતરો તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં, આરોગ્ય પર હવામાન પરિવર્તનની અસરો વિશે વિગતવાર જાણવા માટે અમે એક નિષ્ણાંત સાથે વાત કરી હતી. તેથી આજના આ આર્ટિકલમાં અમે તમને એજ નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવેલ હવામાનમાં બદલાવના કારણે થતા રોગો વિશે જણાવીશું.

ક્લાઈમેટ ચેન્જની માનવ કલ્યાણ પર સીધી અસર

તબીબોનું મત મુજબ હવામાનમાં થતા બદલાવ માનવ કલ્યાણ પર સીધી અને પરોક્ષ અસર કરી રહ્યો છે. તેના કારણે સૌથી તાત્કાલિક અને ગંભીર આરોગ્ય પરિણામોમાં ભારે ગરમીના સંપર્કમાં આવવાથી થતી સમસ્યાઓ છે. જેમ જેમ વિશ્વભરમાં તાપમાન વધી રહ્યું છે તેમ તેમ વિશ્વના લોકો માટે ગંભીર આરોગ્ય જોખમ ઊભું થઈ રહ્યો છે. અતિશાય ગરમીના સંપર્કમાં આવવાથી થતી મોટી સમસ્યા હીટ સ્ટ્રોક છે, જે ઘણા કિસ્સાઓમાં જીવલેણ સાબિત થાય છે.

હીટવેવનું માનવ શરીર પર અસર

ડોકટરો સમજાવે છે કે હીટવેવ એ જીવન માટે જોખમી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે શરીર ખૂબ ગરમ થઈ જાય છે અને તમારું શરીર અસરકારક રીતે ઠંડુ થઈ શકતું નથી. હીટવેવ સ્ટ્રોક મગજ, હૃદય, કિડની અને સ્નાયુઓ સહિત ઘણા મહત્વપૂર્ણ અંગોને નુકસાન પહોંચાડી શકે છે. તાત્કાલિક સારવાર વિના, તે ગંભીર ગૂંચવણો અથવા મૃત્યુ તરફ દોરી શકે છે. આ ઉપરાંત, ડિહાઇડ્રેશન એ અન્ય એક મહત્વપૂર્ણ જોખમ છે, જે ઘણીવાર શરીરમાં પાણીની અછતને કારણે થાય છે, જે શરીરના સામાન્ય કાર્યોમાં વિક્ષેપ પાડે છે અને ભેભાન થવાનું, નબળાઇ જેવી સમસ્યાઓનું કારણ બને છે.

બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે

આ સિવાય વધુ પડતી ગરમીના કારણે બ્રેઈન સ્ટ્રોક પણ થઈ શકે છે. ગરમીનો તાણ લોહીની સ્નિગ્ધતામાં વધારો કરી શકે છે, જે લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે અને બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે, જે સ્ટ્રોક માટેનું મુખ્ય જોખમ પરિબળ માનવામાં આવે છે. આત્યંતિક ગરમીમાં, શરીર પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે, જે મગજ સહિત શરીરના અન્ય મહત્વપૂર્ણ અવયવોમાં રક્ત પ્રવાહને ઘટાડી શકે છે, જે સંભવિત રીતે ઇસ્કેમિક સ્ટ્રોક તરફ દોરી જાય છે.

વધી જાય છે હાર્ટ એટેક આવવાની સંભાવના

હેલ્થ એક્સપર્ટ મુજબ વધુ પડતી ગરમીના કારણે દલડાની સમસ્યાઓ વધી જાય છે. ઉચ્ચ તાપમાન દલડાને શરીરમાં લોહી પંપ કરવા માટે સખત મહેનત કરવાનું વારો આવે છે. શરીરની ગરમીમાં વધારો થાય છે અને આ વઘારાનો તણાવ હાર્ટ એટેકના હુમલાને વધારી આપે છે. ખાસ કરીને વડીલો અને પહેલાથી અસ્તિત્વમાં રહેલી હાર્ટ સમસ્યા ધરાવતા લોકોમાં. એટલું જ નહીં વધુ પડતી ગરમીના કારણે શ્વાસ સંબંધી રોગો પણ વકરી શકે છે. ગરમ હવામાં ઘણીવાર વધુ પ્રદૂષકો અને એલર્જન હોય છે, જે હવાની ભીડને વધારી શકે છે અને અસ્થમાં અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝના તમને શિકાર બનાવી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More