આજકાલ લોકોની જીવનશૈલીમાં બદલાવના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. જેનું તાજા ઉદાહરણ ગુજરાતમાં જોવા પણ મળી રહ્યું છે. હાર્ટ એટેકના કારણે નાની વયમાં જીવ ગુમાવતા ગુજરાતના યુવાનોના પાછળ તેમની ખરાબ જીવનશૈલી જ છે. હવે યુવાનોની આ જીવનશૈલી તેમને એક નવી બીમારીના બારણું ખખડાવાનું મૌકૌ આપી રહી છે. આ નવી બીમારીનું નામ છે કોલોન કેન્સર આ બીમારીના ઘણા બધા મામલાઓ જોવા મળી રહ્યા છે.
નાની ઉમ્રમાં થઈ રહ્યા છે કેન્સરનો શિકાર
તાજેતરમાં જ દિલ્હી સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એ આ અંગે એક અભ્યાસ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 31-40 વર્ષની વયના યુવાનોમાં કોલોન કેન્સર વધી રહ્યું છે. જ્યારે અગાઉ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોલોન કેન્સરનું જોખમ વધારે હતું. આવી સ્થિતિમાં, આજે આ લેખમાં આપણે જીવનશૈલી સાથે સંબંધિત તે આદતો વિશે જાણીશું, જે લોકોને નાની ઉંમરમાં કોલોન કેન્સરનો શિકાર બનાવે છે.
શું છે કોલોન કેન્સર
કોલોન કેન્સર, જેને કોલોરેક્ટલ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોલોન અથવા રેક્ટલ કોશિકાઓમાં ડીએનએ પરિવર્તનને કારણે થતો રોગ છે. જેમાં કોલોન અથવા ગુદામાર્ગના કોષો નિયંત્રણ બહાર વધે છે. કોલોન એ મોટા આંતરડા અથવા નાના આંતરડાને ગુદા સાથે જોડે છે.કેમ કે આપણી ખાનપાન અને જીવનશૈલીની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આંતરડાનું કેન્સર પણ આપણી કેટલીક આદતોનું પરિણામ છે. જેમા ખરાબ આહાર, તમાકુ, ધૂમ્રપાન અને વધુ પડતો આલ્કોહોલ તેનું જોખમ વધારે છે.
કોણા કારણે થાય કોલોન કારણ
કોલોન કેન્સર પોલીપ્સ નામના કોષોના નાના ઝુંડને કારણે થાય છે. નિયમિત ચેકઅપ આ પોલિપ્સને ઓળખવામાં અને દૂર કરવામાં મદદ કરે છે જો તમને આ લક્ષણ દેખાયે છે તો તરત જ તમારા ડોક્ટર પાસે જઈને પોતોના ચેકઅપ ચોક્કસ કરાવશે. જેમ કે એનેમિયા, વજનમાં ઘટાડો, ઉબકા અથવા ઉલટી, પેટનું ફૂલવું, થાક અને નબળાઈ, સતત ઝાડા અથવા કબજિયાત, સ્ટૂલ સુસંગતતામાં ફેરફાર, આતંરડાની હિલચાલ દરમિયાન લોહી આવાનું
કેન્સરની વધતી ઘટનાઓ પાછળ શું
આજકાલ યુવાનોમાં કાલોન કેન્સરની વધતી ઘટનાઓ પાછળ ઘણા પરિબળો હોઈ શકે છે. આમાં કૌટુંબિક ઇતિહાસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ વગેરેનો સમાવેશ થાય છે. તેમજ ઊંઘનો અભાવ, અસંતુલિત આહાર, તામાકુનો સેવન, સ્થૂળત, અતિશય દારૂનો વપરાશ, શારીરિક પ્રવૃતિનો અભાવ શામિલ છે.
કોલોને કેન્સરથી કેવી રીતે સુકક્ષિત થઈએ
કોલોન કેન્સરના જોખમને ઘટાડવા માટે, જીવનશૈલીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફેરફારોમાં ફળો અને શાકભાજીનો સેવન, દારૂ અને ધ્રૂમ્રપાનનો ત્યાગ, નિયમિત વ્યાયામ અને તંજરૂસ્ત વજન જાળવવું.
Share your comments