Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ઘઉંના ખેતરમા દેખાતી ચીલની ભાજી છે ગુણકારી, કિડની ઇન્ફેક્શન ચપટી વગાડતા પતાવી દેશે

શિયાળુ સિઝન એટલે કે રવિ સિઝનમાં સૌથી વધુ શાકભાજીની ખેતી કરવામાં આવે છે. શિયાળામાં કેટલીક શાકભાજી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે,જેમાં ગાજરનું સૌથી મોટો ફાળો છે. પરંતુ આજે અમે તમને એક એવા શાકભાજીના વિશેમાં જણાવવા જઈ રહ્યા છે, જેની શિયાળામાં સૌથી વઘુ માંગણી હોય છે કેમ કે શિયાળામાં તે આપણા શરીરીને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

શિયાળુ સિઝન એટલે કે રવિ સિઝનમાં સૌથી વધુ શાકભાજીની ખેતી કરવામાં આવે છે. શિયાળામાં કેટલીક શાકભાજી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે,જેમાં ગાજરનું સૌથી મોટો ફાળો છે. પરંતુ આજે અમે તમને એક એવા શાકભાજીના વિશેમાં જણાવવા જઈ રહ્યા છે, જેની શિયાળામાં સૌથી વઘુ માંગણી હોય છે કેમ કે શિયાળામાં તે આપણા શરીરીને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે. ગુજરાતમાં કેટલી જગ્યાએ તેના થેપલા પણ બનવવામાં આવે છે અને ઉત્તર ભારતમાં તેના પરાઠા લોકોનું મનગમતું છે. તમને વધુ રાહ નથી અપાતા અમે તમને જણાવી દઈએ કે આ શાકનું નામ છે ચીલનું શાક, જો કે એક ઔષધીય પાક છે અને ઘઉંના ખેતરમાં મોટા પાચે જોવા મળે છે. તેમાં વિટામીન એ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને પોટેશિયમ મોટા પ્રમાણમાં હોય છે.

ચીલની ભાજી છે ગુણકારી

ચીલ આંમળાની જેમ વાળના રંગને કુદરતી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. તેના સાથે જ તેના પાંદડાને કાચા ખાવાથી શ્વાસમાંથી આવતી વાંસ દૂર કરવા સહિત પાયરીયા અને દાંતની અન્ય સમસ્યાઓ દૂર થાય છે. તેનું સેવન કબજીયાત, ગઠીયા, લકવો, ગેસ સહિતની સમસ્યાઓમાં પણ રાહતરૂપ છે. ચીલની શાકભાજીમાં આર્યન ઉપરાંત વિટામીન એ, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ સહિતના તત્વો ભરપૂર હોય છે તેમજ તેઓ ઘણી બીમારિયોમાં લાભકારી હોય છે.

પેટના દર્દ માટે લાભદાયક

બાળકોમાં જો પેટના કીડા એટલે કે કરમીયાના બીમારીની સમસ્યા રહેતી હોય તો, કેટલાક દિવસ સુધી સળંગ ચીલની ભાજી ખવરાવવાથી મોટી રાહત સર્જાય છે. પેટના દર્દ માટે લાભદાયક ચીલ પેટના કીડાનો નાશ કરે છે. ચીલને ઉકાળીને તેનો રસ બનાવીને કે પછી શાક બનાવીને ભોજનમાં લેવાથી ચામડીના રોગમાં ખૂબ જ રાહત આપે છે. ખાસ કરીને સફેદ ડાઘા અને ખંજવાળ સહિતમાં રાહત આપે છે.

કિડની માટે તેનો ઉપયોગ ફાયદાકારક

કિડનીમાં ઈન્ફેક્શન અને પથરી માટે પણ ચીલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. હિમોગ્લોબિનની સમસ્યાને પણ દૂર કરવા માટે ચીલનો ઉપયોગ કરવો જોઈએ. પેશાબ રોકાઈને આવતો તો ચીલનો રસ પીવાથી ખુલીને યુરિન થઈ શકે છે. ઉપરાંત મહિલાઓને માસીક ધર્મમાં અનિયમિતતાથી દૂર કરવામાં રાહત આપે છે.

આ પણ વાંચો:ડાઇટિંગ કર્યા પછી પણ વધી રહ્યો છે વજન,આજે જ સફેદ ચોખા છોડીને અપનાની લઉ આ 5 વિકલ્પ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More