Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

છાશ છે અમૃત તુલ્ય, ઘાતક તત્વોને કરે છે શરીરથી બહાર

ગુજરાતના ઘણા પ્રાંતોમાં છાશ વગરનું જમણ ફિક્કું માનવામાં આવે છે. લોકોને ભોજન સાથે છાસ તો જોઈએ જ તેવો માહોલ ઉભો થયો છે. આયુર્વેદમાં છાશની તુલના અમૃત સાથે કરવામાં આવે છે. શરીરમાં રહેલા ઘાતકી તત્વોને મુત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવાની શક્તિ એકમાત્ર છાશમાં છે.

છાશ
છાશ

ગુજરાતના ઘણા પ્રાંતોમાં છાશ વગરનું જમણ ફિક્કું માનવામાં આવે છે. લોકોને ભોજન સાથે છાસ તો જોઈએ જ તેવો માહોલ ઉભો થયો છે. આયુર્વેદમાં છાશની તુલના અમૃત સાથે કરવામાં આવે છે.

ગુજરાતના ઘણા પ્રાંતોમાં છાશ વગરનું જમણ ફિક્કું માનવામાં આવે છે. લોકોને ભોજન સાથે છાસ તો જોઈએ જ તેવો માહોલ ઉભો થયો છે. આયુર્વેદમાં છાશની તુલના અમૃત સાથે કરવામાં આવે છે. શરીરમાં રહેલા ઘાતકી તત્વોને મુત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવાની શક્તિ એકમાત્ર છાશમાં છે. ગુજરાતીઓમાં અને એમાં પણ સૌરાષ્ટ્ર કે કચ્છીઓના કાર્યક્રમમાં મોઘું જમણ હોયપરંતુ તેમાં છાશ ન હોય તો તે જમણ અધુરું લેખાય છે. છાશ આપણા વડિલોએ આપેલી અમુલ્ય ભેટ છે. જેના દૈનિક સેવનથી તબિયત સારી રહે છે અને જો તેનું વિધિવત સેવન કરવામાં આવે તો પૈસાની પણ બચત થાય છે. 

નોંધનીય છે કે, છાશનુ સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બાજારમાં જે છાશ મળે છે તે ગાયના દુધની નહીં ભેંસના દુધની હોય છે. છાશ સવારના બાર વાગ્યા પહેલા પિવાથી અનેક ફાયદાઓ છે. છાશ સાંજે પિવાથી પિત્ત થાય છે. તેમજ પગ, કમર અને સાધાઓમાં દુ:ખાવો થાય છે.

https://gujarati.krishijagran.com/health-lifestyle/caution-never-drink-too-much-water-it-can-cause-damage-to-these-parts-of-the-body/

એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે,  જો સતત ત્રણ દિવસ એકમાત્ર ગાયના દુધની છાશ ને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે. વધારાની ચરબી ઉતરી જાય છે. ચેહરા પરના દાગ નિકળી જાય છે, સાથે સાથે ચમક પણ આવે છે.

ઉલ્લેખનીય છે કે, છાશમાં વિટામિન બી-12, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે. જે પેટ સાફ રાખે છે તથા પેટમાં થતો ગડગડાટ મટાડે છે. શરીરનું તાપમાનને કંટ્રોલ માં રાખે છે. જેથી સારી નિદ્રા આવે છે.

છાશનુ સેવન કરવાથી નિમ્નલિખિત દસ લાભ મળે છે.

  • સ્થૂળતા ઘટે છે.
  • વારંવાર પેશાબની તકલીફ વાળાઓ માટે માપસર નમક વાળી છાશ લાભદાયક છે.
  • છાશનુ સેવન મોમાં પડતાં ચાંદાને મટાડે છે.
  • છાશમાં કુટેલો અજમો નાખીને પીવાથી પેટમાં રહેલા જંતુઓનો નાશ થાય છે. દવાઓ લેવી નથી પડતી.
  • છાશમાં દેશી ગોળ નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરા મટે છે.
  • છાશમાં જાયફળનો ચપટી પાવડર નાખીને પીવાથી માથામાં થતો દુ:ખાવો મટે છે.
  • ખાલી પેટ છાશ પીવાથી પેટનો દુખાવો મટે છે.
  • છાશમાં કાળીમરી પાવડર તથા સાકર નાખીને પીવાથી પિત્ત તથા એસિડિટી મટે છે.
  • નાના બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે ચાર ચાર ચમચી છાશ રાહત આપે છે. 
  • શરીરના પંચકર્મમાં પણ મદદ કરે છે.

જેમણે પૈસા ખર્ચીને પંચકર્મ કરાવ્યું છે, તેઓ જરૂરથી આ પ્રયોગ કરે તો તેમને પ્રયોગની ખાત્રી થશે તેથી આગળ જતાં પૈસા પણ બચશે.ચાલો આજથી જ કોલ્ડ ડ્રિંકને કરીએ અલવિદા અને છાશનો કરીએ આવકાર.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More