સવારનું નાસ્તા આપણા પોષણ અને શરીર માટે ઘણું મહત્વનું ગણાયે છે. સવારનું નાસ્તા તમને ઉર્જા પ્રદાન કરે છે અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે પરંતુ તેના ખોરાક યોગ્ય હોવી જોઈએ. એમ નહીં જે મળ્યું તે જમી લીધા. જો તમે સવારના નાસ્તામાં યોગ્ય ખોરાક નથી લઈ રહ્યા છો તો તે તમારા માટે હાનિકારક થઈ શકે છે. એમા પણ પુરૂષો માટે તો ઘણું હાનિકારક થઈ શકે છે.
એટલે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે વહેલી સવારે નાસ્તામાં ખાઓ છો તો તમે હાઈ બ્લડ શુગર, હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ ટ્રાઈગ્લિસરાઈડ, કિડની-લિવર જેવી બીમારીઓનું બારણું ખખડાવો છો.
કોફી: વધુ પડતી કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી, કારણ કે તેનાથી ઊંઘ પર અસર પડે છે અને વધુ પડતી કોફી તણાવ વધારી શકે છે.
ફાસ્ટ ફૂડ: NLM પર પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, ચિપ્સ, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવા ફાસ્ટ ફૂડનું સેવન કરવું સારું નથી, કારણ કે તેમાં વધુ તેલ અને કેલરી હોય છે જે સ્વાસ્થ માટે હાનિકારક હોય છે.
પ્રોસેસ્ડ ફૂડ: નાસ્તામાં બ્રેડ, નૂડલ્સ અને સ્વીટનર્સ જેવા પ્રોસેસ્ડ ફૂડ્સનું સેવન ઓછું કરો, કારણ કેઆ શ્વાસોશ્વાસની સમસ્યાઓનું કારણ બને છે જેમ કે અસ્થમા સાથે જ તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પણ પડે છે.
કાચા શાકભાજી: નિષ્ણાતો સવારે કાચા શાકભાજી અને સલાડ ન ખાવાની સલાહ આપે છે. તેમના મતે, તે તમારું પાચન બગાડી શકે છે અને પેટમાં દુખાવો કરી શકે છે.
સોડા અને ઠંડા પીણું: સવારમાં સોડા અને અન્ય ઠંડા પીણાનું સેવન ન કરો. તેના સેવનથી પેટની આસપાસ ચરબી જમા થાય છે અને ડાયાબિટીસ અને હ્રદયની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે તેમજ વહેલી સવારે ગરમ અને ઠંડુ પાણી ભેળવીને પીવું જોઈએ નહીં. કેમ કે તેના કારણે તમારા પેટમાં ગરમી અને એસિડ અસંતુલિત થઈ શકે છે.
ખાંડવાળા ખોરાક અવોઈડ કરો: મીઠાઈઓ, કેક અને ડોનટ્સ જેવા ખાંડવાળા ખોરાક સવારે ન ખાવા જોઈએ, કારણ કે આનાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી શકે છે અને ત્યારબાદ ભૂખ વધી શકે છે.આ ખોરાકની વસ્તુઓને બદલે, સવારે સારી રીતે પોષણયુક્ત અને સંતુલિત આહાર લેવો વધુ સારું છે, જેમાં ફળો, રાંધેલા શાકભાજી, અનાજ અને પ્રોટીનનો સમાવેશ થાય છે
Share your comments