ઘઉંના લોટ આપણા શરીર માટે ઘણા મહત્વપૂર્ણ હોય છે. ચોખા કરતાં ઘઉંના લોટની રોટલી આપણા શરીરને વધું પ્રોટિન આપે છે. પરંતુ આજકાલની જીવનશૈલીના કારણે લોકો આ લોટની રોટલીથી પણ પ્રોટિન નથી મેળવી રહ્યા. ભારતના દરેક ઘરમાં દરરોજ જેટલા જરૂર હોય એટલા ઘઉંના લોટની રોટલી રાંધવામાં આવે છે અને જો લોટ બચી જાય તો ફ્રીઝમાં મુકી દેવામાં આવે છે.જેથી બીજા દિવસે ફરીથી તેનો ઉપયોગ કરી શકાય. ભારતના લગભગ 80 ટકા ઘરોમાં આ પ્રોસેસ દરરોજ થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી તમને જીવલેણ રોગો થઈ શકે છે, બિલ્કુલ ચોક્કસ સાંભળ્યું તમે જીવલેણ રોગ. ખરેખર, અમારા શબ્દો વાંચીને કદાચ તમને થોડું વિચિત્ર લાગતું હશે. પણ આ વાત 100 ટકા સાચી છે. કારણ કે આરોગ્ય નિષ્ણાતોના મતે વાસી લોટમાંથી બનેલી રોટલી કે ફ્રીજમાં રાખેલા લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. તેથી, કૃષિ જાગરણ ગુજરાતીના આજના લેખમાં, અમે તમને રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલા લોટમાંથી બનેલી રોટલી ખાવાના નુકસાન વિશે વિગતવાર જણાવીશું.
રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો
જ્યારે આજથી 4 વર્ષ પહેલા દેશમાં મહામારીના કારણે લૉકડાઉન થયું હતું, ત્યારે તે મહામારીથી પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે રોગપ્રતિકારક શક્તિની મોટા ભાગે જરૂર પડી હતી. અને જ્યારે આજે આ મહામારી લગભગ સામાપ્ત થઈ ગઈ છે, ત્યારે પણ કેટલાક એવા રોગો છે જેનાથી પોતાના જીવની રક્ષા માટે આપણે રોગપ્રતિકારક શક્તિની સૌથી વધુ જરૂ પડે છે. પરંતું જો તમે દરરોજ બચેલા લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ ધીરે ધીરે નબળી પડવા લાગશે. અને નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, તમે ઘણા જીવલેણ રોગોથી ઘેરાઈ શકો છો.
પેટ સંબઘિત સમસ્યા
ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી રાંધીને ખાવાથી તમારે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેમ જ પેટ સંબધિત રોગોથી પીડિતા લોકોએ લોટમાંથી બનેલી રોટલીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે વાસી લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે પેટમાં દુખાવો, કબજિયાત, ગેસ વગેરે થઈ શકે છે. કારણ કે ગૂંથેલા લોટ કરતાં રેફ્રિજરેટરમાં રાખેલા લોટમાં આથો વહેલો શરૂ થાય છે. જેના કારણે લોટમાં બેક્ટેરિયા વધવા લાગે છે, જે આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો: Radish Health Benefits: કાળઝાળ ઉનાળામાં મૂળાનું સેવન કરવાથી મળશે આ 5 સ્વાસ્થ્ય લાભ
લોટમાં પોષણ તત્વ થઈ જશે ઓછા
જો તમે તમારો સમય બચાવવા માટે દરરોજ અગાઉથી લોટ ભેળવી દો. તે તમારા માટે સારું રહેશે કે તમે સવારે થોડા વહેલા ઉઠો અને તાજો લોટ ભેળવો. કારણ કે લોટને રેફ્રિજરેટરમાં દસથી બાર કલાક રાખ્યા બાદ લોટમાં બેક્ટેરિયા વધવા લાગે છે. આ ઉપરાંત, તે પોષક તત્ત્વો પણ ખતમ થવા લાગે છે. અને લોટમાં મળતા પોષક તત્વોના અભાવને કારણે તમને ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
Share your comments