લીલા ચણાના ફાયદા અનેક
લીલા ચણાને છોલીયા નામથી પણ ઓળખવામાં આવે છે,લીલા ચણામાં ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ તે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. લીલા ચણા આરોગ્યને જાળવી રાખવા માટે ઉપયોગી છે. જો આપણે તેનુ નિયમિત પણે સેવન કરીએ તો તે આપણા આરોગ્યની તંદુરસ્તી જાળવી રાખશે. તો આવો જોઈએ લીલા ચણાના સેવનથી કયા કયા ફાયદાઓ થાય છે.
1. લીલા ચણા આપણને પૂરતા પ્રમાણમાં ફાઈબર્સ અને મિનરલ્સ પૂરા પાડે છે, જેની મદદથી આંતરડામાં રહેલ ખરાબ બેક્ટેરિયાને મારી શકશે અને કેન્સર સામે પણ રક્ષણ કરશે.
2. જે લોકોમાં લોહીની કમી હોય છે, તે લોકો લીલા ચણા ખાય તો તેમની અંદર રહેલ લોહીની ઉણપ દૂર થઈ જશે. તમને ખબર જ હશે કે લીલા ચણા લોહતત્ત્વોથી ભરપૂર હોય છે અને જે લોહીની કમી દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે.
3. નાસ્તામાં રોજ લીલા ચણાનુ સેવન કરવાથી અનેક લાભ થાય છે, કારણે કે લીલા ચણામાં વિટામીન સી (Vitamin C)ની માત્રા પણ વધારે હોય છે. જે હાડાકાં મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમને હાડકાને લગતી બીમારી હોય તેમણે લીલા ચણાનુ સેવન કરવુ જોઈએ.
4.લીલા ચણાને પ્રોટીન અને મિનરલ્સ સાથે જ વિટામિન્સના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. લીલા ચણાના સેવનથી અશક્તિ દૂર થાય છે અને શરીરને ભરપૂર ઊર્જા મળે છે.
5. વજન ઘટાડવા માટે પણ લીલા ચણાનો ઉપયોગ કરી શકાય છે, લીલા ચણા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે ઓવરઈટિંગ નહીં કરી શકો. જેથી કરીને વજન ઓછું થશે.
6. અઠવાડિયા સુધી અડધી વાટકી લીલા ચણા ખાવાથી બ્લડ શુગર પણ નોર્મલ થાય છે.
7. લીલા ચણામાં વિપુલ માત્રામાં વિટામીન અને મિનરલ્સની સાથે એન્ટિ ઓક્સિડેન્ટ પણ હોય છે. જે આપણને અનેક બીમારીઓથી બચાવે છે. જે તમને જલ્દી આવતા ઘડપણથી દૂર રાખે છે.
8. લીલા ચણાનુ નિયમિત રીતે સેવન કરવાથી દિલ મજબૂત થાય છે, અને જેના કારણે હ્દયને લગતી બીમારીનો ખતરો ટળી જાય છે.
આ પણ વાંચો : સફરજનની છાલ પણ ઉપયોગી, વાંચો તેના ફાયદા
આ પણ વાંચો : લીંબુની છાલથી ઘટશે વજન, જાણો લીંબુની છાલના અનેક ફાયદાઓ
Share your comments