અંજીર એક પ્રકારનુ ફળ છે, જેને લોકો ડ્રાયફ્રૂટ તરીકે પણ ઓળખે છે. અંજીરનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓમાંથી રાહત મળે છે. ઉલ્લેખનીય છે કે અંજીરમાં ભરપૂર માત્રામાં વિટામીન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તમારા શરીરની અંદર રહેલા અનેક રોગોને દૂર કરવામાં ઉપયોગી નિવડે છે.
અસ્થમાથી પીડિત લોકો અંજીરનુ સેવન કરી શકે
તમને જણાવી દઈએ કે અંજીરનો હંમેશા તાજા સ્વરૂપમાં ઉપયોગ કરો કારણ કે તેનાથી સારો એવો ફાયદો થાય છે. અને સૂકા અંજીરને દૂધમાં સારી રીતે પકાવી પણ ખાઈ શકો છો. ખાંસી અથવા કફ થયો હોય તો અંજીરનુ સેવન તમારા માટે ફાયદાકારક છે. અંજીરનુ સેવન કરવાથી કફ બહાર નીકાળી શકાય છે, અને અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. સવારે અને સાંજે 1થી 2 સૂકા અંજીર ખાવાથી કફ ઓછો થાય છે. અને તેના સેવનથી શરીરમાં નવી ઉર્જા આવે છે અને અસ્થમામાં રાહત મળે છે.
શારીરિક નબળાઈ દૂર કરવામાં મળશે મદદ
અંજીરનો હંમેશા તાજા સ્વરૂપમાં ઉપયોગ કરો કારણ કે તમને તેનાથી જ વધુ ફાયદો થાય છે. જો કે, તમે સૂકા અંજીરને દૂધમાં સારી રીતે પકાવીને ખાઈ શકો છો. અંજીરનું નિયમિત સેવન તમારી શારીરિક નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દૂધમાં 1-2 અંજીર ઉકાળો અને જ્યારે દૂધ થોડું ઠંડુ થાય ત્યારે તેને દિવસમાં એકવાર પીવો.અને જુઓ અંજીર કેટલુ ફાયદાકારક છે.
થાકમાં થશે ઘટાડો
અંજીરનું નિયમિત સેવન કરવાથી તમારો થાક પણ દૂર થાય છે. તેથી જો તમને હંમેશા થાક લાગે છે તો તમારે તમારા આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ. તેથી, નિયમિતપણે અંજીરનું સેવન કરવાનું સુનિશ્ચિત કરો.
તમારે થોડા દિવસો માટે 1-2 અંજીરનું સેવન કરવાની જરૂર છે, તમે અંજીરને એક ગ્લાસ દૂધમાં નાખીને ઉકાળી શકો છો. આ સિવાય રાત્રે અંજીરને પાણીમાં પલાળી રાખો અને પછી સવારે તેને ખાઓ. તેનું સેવન કરવાથી શરીર પણ મજબૂત બનશે અને થાક પણ દૂર થશે.
કબજિયાતની સમસ્યામાંથી મળશે છૂટકારો
જો તમને કબજિયાતની સમસ્યા હોય તો પણ તમે અંજીરનું સેવન કરી શકો છો અને અંજીરનું સેવન તમારી જૂની કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે. બસ તમે 1 થી 2 પાકેલા અંજીરને દૂધમાં ઉકાળીને તેને રાત્રે સૂતા પહેલા ખાઈ શકો છો અને ઉપરથી દૂધનું સેવન પણ કરી શકો છો, જેનાથી તમને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળશે.
વજન ઘટાડવા માટે ઉપયોગી
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો પણ અંજીર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અંજીરમાં ચરબી હોતી નથી, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ જ કારણ છે કે મેદસ્વી લોકોને અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે. તમારે દૂધ સાથે અંજીરનું સેવન ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી તમારું વજન વધી શકે છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં 1-2 અંજીર નાખીને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરો, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
કેન્સર સામે લડવામાં કરે મદદ
જો કોઈ વ્યક્તિ દિવસની શરૂઆત બે પલાળેલા અંજીર ખાઈને કરે તો તેના શરીરને તમામ રોગોથી બચાવી શકાય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે તેનું રોજ યોગ્ય માત્રામાં સેવન કરો છો તો કેન્સર જેવી ભયાનક બીમારી પણ તમારાથી દૂર રહી શકે છે. અંજીરમાં હાજર કેન્સર વિરોધી ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો અંજીરના ગુણોને દૂધમાં રહેલા ગુણો સાથે ભેળવવામાં આવે તો અલગ વાત થશે. વજન વધારવામાં દૂધ સૌથી અસરકારક માનવામાં આવે છે. અંજીર અને દૂધનું સેવન કરવા માટે એક ગ્લાસ દૂધમાં 2-3 અંજીર ઉકાળો. ત્યાર બાદ તેનું સેવન કરો. જો તમે દૂધમાં ઉકાળવા માંગતા નથી, તો તમે 2-3 સૂકા અંજીરને ગરમ દૂધ સાથે અલગથી ખાઈ શકો છો.
આ પણ વાંચો : લીલા ચણા ખાવાથી શરીર રહેશે નિરોગી
આ પણ વાંચો : લીંબુ અને હળદરનું સેવન છે લાભાદાયી
Share your comments