મોટાભાગના લોકો ઠંડીની સિઝનમાં સંતરા ખાવાનું ઘણુ પસંદ કરે છે. જોકે તેના સેવનથી થતા લાભો અંગે તમામ લોકો પરિચિત નથી. તેનું સેવન શરીરને ઘણા લાભો પહોંચાડે છે. સંતરામાં વિટામિન C સારા પ્રમાણમાં મળી આવે છે, તેમાં ફૅટ, કૉલેસ્ટ્રૉલ અને સોડિયમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. માટે તે ઇમ્યુનિટી માટે ખૂબ જ લાભદાયક છે.
તો ચાલો સંતરાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે ? તે અંગે જાણીએ.
સંતરાના સેવનથી થતા લાભ
ડાયાબિટીસ
સંતરાનું સેવન કરવું ખૂબ જ લાભદાયક હોય છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ સારું છે કે જે કે બ્લડ શુગરના પ્રમાણને વધતું અટકાવે છે.
કૉલેસ્ટ્રૉલ
સંતરામાં કૉલેસ્ટ્રૉલ ઘણુ ઓછું હોય છે. માટે તેના સેવનથી બૅડ કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ ઓછું કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંતરામાંથી વિટામિન C મેળવી શકાય છેકે જે શરીરમાં ફ્રી રેડિકલ્સને ન્યૂટ્રીલાઇઝ કરી કૉલેસ્ટ્રૉલને ઑક્સિડાઇઝ કરવામાં મદદ કરે છે.
ઇમ્યુનિટી
સંતરામાં વિટામિન Cનું ભરપૂર પ્રમાણ હોય છે. માટે તે એંટી-ઑક્સિડેંટનું કામ કરે છે. તે સાથે જ શરીરમાં ડૅમેજ સેલ્સને રિપૅર કરે છે અને રેડિકલ્સ સામે લડે છે. આ ઉપરાંત આ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવી રાખે છે.
હૃદય
સંતરા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં ફ્લેવોનાઇડ્સ હોય છે કે જે આર્ટરીઝના બ્લૅકેજને ગુમાવે છે, આ ઉપરાંત બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખવામાં મદદ કરે છે.
સ્કિન
સંતરા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તેના સેવનથી સ્કિન ચમકદાર બને છે, કારણ કે તેમાં કૅરોટીન હોય છે.
શિયાળામાં લાગશે ભૂખ : Don’t Worry, આંબળો છે ને, નહીં ઘટવા દે Immunity, જાણો ફાયદાઓ
Share your comments