Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

અશ્વગંધાના છે આટલા ફાયદા, સેવન કરવાથી વધશે સેક્સ હોર્મોન્સ

ચામાં થોડું અશ્વગંધા પાવડર અને તુલસી મિક્સ કરીને પીવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહે છે. એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાવડર નાખીને પીવો.એનર્જી મળશે અને નેચરલી વજન વધશે. અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
Ashwagandha
Ashwagandha

ચામાં થોડું અશ્વગંધા પાવડર અને તુલસી મિક્સ કરીને પીવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહે છે. એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાવડર નાખીને પીવો.એનર્જી મળશે અને નેચરલી વજન વધશે. અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

અશ્વગંધા એક ચમતકારી ગુણોવાળી ઔષધિ છે, જે શરીરને ઘણા પ્રકારના લાભ પુરા પાડે છે. તે મગજ અને મનને સ્વસ્થ રાખે છે. અશ્વગંધા એક પ્રકારની દવા છે, જેને બહુ મોટા-મોટા રોગો માટે અસરકારક માનવામાં આવે છે. આર્યુવેદમાં અશ્વગંધાનું વિશેષ સ્થાન ધરાવે છે. અશ્વગંધા એક ગરમ માદક ગંધયુક્ત છે તેનો સેવન કરવાથી બળકારક, વાતનાશક ,ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણથી આરામ મળે છે.

અશ્વગંધાનો ઉપયોગ સંધિવા, અસ્વસ્થતા, ઉંધના આવાનો બીમારીથી લડવા માટે પણ થાય છે. આ સિવાય તે ગાંઠો, ક્ષય રોગ, અસ્થમા, ત્વચા પર સફેદ ફોલ્લીઓ, માસિક સ્ત્રાવની સમસ્યાઓ અને યકૃતના રોગોથી બચાવે છે.

અશ્નવગંધાના બીજા ફાયદાઓ (Benefits of Aswagandha)

વજન ઓછું હોય તેવા કૃષતાના રોગમાં તો અશ્વગંધા અદ્વિતીય છે. અશ્વગંધાની સાથે સફેદ મૂસળી, કૌચા, શતાવરી, સૂંઠ, મરી, પીપરમૂળ, જાવંત્રી વગેરે જેવા ઔષધીઓના લાંબા સમય સુધી સેવન કરવાથી સારા લાભ મળે છે. અશ્વગંધાને આયુર્વેદિક જીવનશૈલી માટે શુદ્ધ બનાવવામાં આવે છે. ક્ષય અને કેન્સર જેવા રોગોમાં વજન ઝડપથી ઘટવા માંડે છે ત્યારે તેનું સેવન સારા પ્રણિનામ આપે છે.

અશ્વગંધા કેડના દુખાવાનું પણ આગળ પડતું ઔષધ છે.

કેડના દુખાવામાં તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. સાથે જ માનસિક રોગો વાઈ, હિસ્ટિરિયા, બુદ્ધિની મંદતા તેમજ ચર્મરોગ, કૃમિ વગેરેમાં પણ તેને લઈ શકાય છે. અશ્વગંધા અનિદ્રા માટે તો મહત્ત્વનું ઔષધ છે જ પણ સાથે જ  જેમનો બ્લડપ્રેશર ઘટી જતું હોય તેમને સરખા ભાગે અશ્વગંધા અને પીપરમૂળ નું ચૂર્ણ મેળવીને સવારે-સાંજે દૂધ કે પાણી સાથે લેવું જોઈએ, આ કરવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેલ છે.

કેંસરમાં ફાયદાકારક (Cancer)

આજકાલ કેન્સર એક સામાન્ય રોગ જેવું બની ગયું છે અને તે કોઈને પણ થઈ શકે છે. અશ્વગંધા કેન્સરની અસરો ઘટાડે છે. આ સિવાય તપાસમાં જાણવા મળ્યુ છે કે તેને ખાવાથી એપોપ્ટોસિસ વધે છે, જે કેન્સરના કોષોને પણ મારી નાખે છે. આ ઉપરાંત તે કેન્સરના કોષોને બનાવા દેતું નથી. તે પ્રતિક્રિયાશીલ ઓક્સિજનપ્રજાતિ ઓ બનાવે છે, જે કેન્સરના કોષોને દૂર કરે છે.

Ashwagandha Leaf
Ashwagandha Leaf

થાઈરોઈડ કંટ્રોલમાં રાખે છે (Thyroid) 

ચામાં થોડું અશ્વગંધા પાવડર અને તુલસી મિક્સ કરીને પીવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહે છે. એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાવડર નાખીને પીવો.એનર્જી મળશે અને નેચરલી વજન વધશે. અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસ થી છૂટકારો મળે છે. અશ્વગંધાને હાયપરટેન્શનમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે અશ્વગંધાનું નિયમિત સેવન કરવું જોઈએ. પરંતુ જેલોકોને બ્લડ પ્રેશર ઓછું હોય છે તેઓએ અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ.

મહિલાઓની સમસ્યા માટે પણ ફાયદકાર (Women's Problems)

જે મહિલાઓને સફેદ પાણીની સમસ્યા હોય છે, તો તેમને દરરોજ અશ્નગંધાનું સેવન કરવું જોઈએ. તેમજ તે મહિલાઓ અને પુરુષો બંનેમાં સેક્સ હોર્મોન્સ વધારવામાં મદદ રૂપ થાય છે અને પૂરુષોમાં વીર્યની ગુણવત્તામા સુધાર કરે છે. કોઢ, શરીર પર થતા સફેદ ડાઘ શરીર પર થતી ગાંઠોને દૂર કરવા માટે અશ્વગંધાના મૂળને પીસીને તેનો લેપ બનાવી તેના તેલની માલિશ કરવાથી તેમાં ફરક જોવા મળે છે.

આંખો રોશની વધારે છે (Eyes Problems)

મોતિયાબિંદ, આંખો ની કમજોરી, આંખોમાં ઓછું દેખાવું વગેરે જેવી આંખોની સમસ્યાઓ માટે અશ્વગંધા રામબાણ છે.અશ્વગંધા, આમળા અને જેઠીમધને પીસીને પાવડર બનાવી તેનો સેવન કરવાથી આખોંની સમસ્યાઓથી રાહત મળે છે.દરરોજ અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. અશ્વગંધા ખાવાથી બ્રેન એક્ટિવ રહે છે અને તેના સાવન કરવાથી સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદ મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More