Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

થાઈરોડથી તમારું વજન વધી રહ્યું છે?તો વાંચી લો આ આર્ટિકલ

ઘણી બીમારીઓનું કારણ આપણું ખરાબ ખાણી-પીણી પણ છે. ડાયાબિટીસ, થાઈરોઈડ અને આર્થરાઈટીસ જેવી બીમારીઓ હવે લોકોમાં સામાન્ય બની ગઈ છે. તમને જણાવી દઈએ કે થાઈરોઈડના કારણે લોકોને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.થાઈરોઈડ બે પ્રકારના હોય છે. એક હાઈપો અને હાઈપર થાયરાઈડિજ્મ. હાઈપોથાયરાઈડિજ્નથી ગ્રસ્ત દર્દીઓનું વજન ફટાફટ વધે છે. આ પરિસ્થિતિમાં દર્દીઓએ તેમનું વજન કંટ્રોલ કરવાની જરૂર હોય છે. જો વજન ઘટાડવાના પ્રયાસ ન કરવામાં આવે તો શરીરમાં ઘણી સમસ્યા રહે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

જો તમને થાઈરોઈડની સમસ્યા છે.  તો નિયમિત રીતે એક્સરસાઈઝ જરૂરી છે. આનાથી વજન કંટ્રોલમાં રહેશે.થાઇરોઇડના દર્દીઓ માટે સવાર અને સાંજ એમ બે વખત ચાલવું ખૂબ જરૂરી છે. તેનાથી એક તો થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરવાના લીધે શરીરને ખોવાયેલી એનર્જી
પાછી મળે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

thyroid
thyroid

વજન કંટ્રોલ કરવા માટે આટલું કરો

સવારે ખાલી પેટે લસણ ખાવાથી થાઇરોઇડમાં વધેલું વજન ઝડપથી ઊતરવા લાગે છે. તમે ઇચ્છો તો લસણ વે‌જીટેબલ સૂપ પણ પી શકો છો. જમતાં પહેલાં આ સૂપનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થશે. 

રેગ્યુલર એક્સરસાઈઝ કરવાથી થશે લાભ 

જો તમને થાઈરોઈડની સમસ્યા છે. તો નિયમિત રીતે એક્સરસાઈઝ જરૂરી છે. આનાથી વજન કંટ્રોલમાં રહેશે.થાઇરોઇડના દર્દીઓ માટે સવાર અને સાંજ એમ બે વખત ચાલવું ખૂબ જરૂરી છે. તેનાથી એક તો થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરવાના લીધે શરીરને ખોવાયેલી એનર્જી
પાછી મળે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

વજનને કંટ્રોલ કરવા માટે ગ્રીન ટીને હેલ્થી ગણવામાં આવે છે. જો તમને થાઈરોઈડ છે, તો ગ્રીન ટીનું સેવન કરો. મધના સેવનથી શરીરનો સોજો ઓછો થાય છે. જે વજન ઘટાડે છે.

થાઈરોઈડમાં ચિયા સિડ્સનું સેવન કરો. જેનાથી વજન કંટ્રોલમાં થશે.થાઈરોઈડના દર્દીઓને ચાલવાની આદત રાખવી જોઈએ. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.  

આ પણ વાંચોઃવજન ઘટાડવા માટે અળસી છે ઉપયોગી, રોજ કરો 1 ચમચી સેવન

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More