ભારતીય ઘરોમાં અડદની દાળના સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેને ફોતરાવાળી દાળ પણ કહેવામાં આવે છે. તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, આ સાથે જ તે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક હોય છે. એટલું જ નહીં આ દાળને આયુર્વેદિક દવાઓના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
તેના આયુર્વેદિક નામ 'માશા' છે. અડદની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, ફેટ, આયર્ન, ફોલિક એસિડ, વિટામીન બી, કેલ્સિયમ, મેગ્નિશિયમ અને પોટેશિયમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જ કારણથી આ દાળ ગર્ભવતી મહિલાઓ માટે એક હેલ્થ પેકેજની માફક કામ કરે છે. ચાલો તમને અડદની દાળથી થતા ફાયદા અંગે જણાવીએ.
પાચન ક્રિયાને સારી રાખે છે
અડદની દાળને તમારા ભોજનમાં સામેલ કરી તમે ડાયેરિયા, કબજીયાત, પેટમાં સોજા જેવી મુશ્કેલીથી છૂટકારો મેળવી શકો છો. આ દાળથી પાઈલ્સ અને કોલિક ડિસઓર્ડરની સમસ્યાને દૂર કરી શકાય છે, આ સાથે અડદની દાળ લિવરને હેલ્થી રાખે છે. તેમા ફાઈબર વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ મિશ્રણ ઘુલનશીલ અને અઘુલનશીલ, બન્ને પ્રકારની ડાઈજેશનને યોગ્ય રાખે છે.
હૃદય માટે સારું
તેમા ફાઈબર, મેગ્નીશિયમ અને પોટેશિયમ વિપુલ પ્રમાણમાં હોય છે,જે આપણા હૃદયના આરોગ્ય માટે સારા છે. તે કોલેસ્ટ્રોલ લેવલને પણ યોગ્ય રાખે છે, આ સાતે જ એથેરોસ્ક્લેરોસિસને નિયંત્રિત કરે છે, માટે કાર્ડિયોવસ્કુલર સિસ્ટમ હેલ્થી કરે છે.
એનર્જી મળે છે
આ દાળમાં આયર્ન હોય છે,જે લાલ રક્ત કોશિકા તૈયાર કરવામાં મદદ કરે છે. તેની સાથે જ શરીરના તમામ અંગોમાં ઓક્સિજન લઈ જવાની જવાબદારી છે. અડદની દાળ ખાવાથી બોડીમાં આયર્ન સાથે એનર્જી પણ મળે છે.
હાડકાને મજબૂત કરે છે
તેનું સેવન કરવાથી હાડકાના મિનરલ ડેન્સિટી વધારે સારું કરી શકાય છે. જો તમે નિયમિત સેવન કરો છો, તો હાંડકા સંબંધિત કોઈ સમસ્યા ક્યારે ન થાય.
નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે
આપણી નર્વસ સિસ્ટમ માટે અડદની દાળ ખૂબ જ સારી હોય છે સાથે જ આ આપણા બ્રેનને હેલ્થી રાખે છે. જે કોઈને લકવાની બીમારી હોય તો તેને યોગ્ય કરવા માટે આયુર્વેદમાં તેનો ઉપયોગ થાયે છે. આ દાળ તણાવને ઓછો કરે છે.
ડાયાબિટીસને નિયંત્રિત રાખે છે
જે વ્યક્તિ ને ડાબટિસ હોય તો એવા વ્યક્તિઓ માટે અડદની દાલ બહુ ફાયદાકાર હોય છે. આ દાળમાં ફાઈબર વધારે પ્રમાણમાં જોવા મળે છે, જે સુગર અને ગ્લુકોઝના સ્તરને નોર્મલ કરવામાં મદદ કરે છે.આ ડાયાબિટીસને પણ નિયંત્રિત કરે છે.
સાંધા અને માંસપેશિઓના દુખાવામાં આરામ આપે છે
જે કોઈ માનણસને માસપેશિયોના દુખાવા હોય તો એને અડદની દાળ આપણા જમવાનુમાં શામિલ કરવી જોઈએ. દુખાવા અને સોજામાં ઉડદની દાળનું પેસ્ટ લગાડવાથી ઘણો રાહત મળે છે. આ ઉપરાંત ત્વચાની બળતરા પણ ઓછી થાયે છે.
Share your comments