કોરોનાના સમયમાં લદાયેલા લૉકડાઉનના લીધે ગ્રામ્ય ક્ષેત્રે ખાસ કરીને શ્રમિકો તથા તેમના પરિવારોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સમય ગાળામાં શ્રમિકોએ આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે. આ સંજોગોમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે આવી મુશ્કેલીનો સામનો કરનારા શ્રમિકોની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં ઉત્તર પ્રદેશ શ્રમ કલ્યાણ પરિષદ્ તરફથી કેટલીક ખાસ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ શ્રમિકોને ભ્રમણ-તીર્થ એટલે કે યાત્રા-પ્રવાસ માટે તથા શ્રમિકોની ઉચ્ચ શિક્ષણ મેળવતી દીકરીઓને પુસ્તકો માટે આર્થિક મદદ કરવામાં આવશે. આ ઉપરાંત રમત-ગમત ક્ષેત્રે સારો દેખાવ કરનારા બાળકોને આર્થિક મદદ કરવામાં આવશે. આવો આ યોજના વિશે વિશેષ માહિતી મેળવીએ.
યૂપી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી યોજના
સ્વામી વિવેકાનંદ ઐતિહાસિક પ્રવાસન યાત્રા યોજના
મહાદેવી વર્મા પુસ્તક વેચાણ આર્થિક સહાય યોજના
સ્વામી વિવેકાનંદ ઐતિહાસિક પ્રવાસન યાત્રા યોજના શું છે ?
આ યોજના અંતર્ગત શ્રમિકોને ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના દર્શન માટે 12 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. આ યોજનાનું Indian Railway Catering and Tourism Corporation (IRCTC) અથવા પર્યટન વિભાગની અન્ય કોઈ યોજનાના માધ્યમથી અમલીકરણ કરવામાં આવશે.
મહાદેવી વર્મા પુસ્તક વેચાણ આર્થિક સહાય યોજના
આ યોજના અંતર્ગત કારખાનામાં કામ કરતા શ્રમિકોની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, તે માટે પુસ્તકો ખરીદવા માટે તેમને રૂપિયા 7500ની આર્થિક મદદ કરવામાં આવશે. આ ઉપરાંત રમત-ગમતમાં સારો દેખાવ કરનાર શ્રમિકોના બાળકોને પણ સરકાર પ્રોત્સાહન રકમ આપશે. આ યોજના અંતર્ગત ઉત્તમ દેખાવ કરનાર બાળકોને જીલ્લા કક્ષાએ 10 હજાર, રાજ્ય કક્ષાએ 25 હજાર, રાષ્ટ્રીય કક્ષાએ 50 હજાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 લાખ રૂપિયા પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે.
Share your comments