પીએમ કિસાન સન્માન નિઘી યોજનાના લાભાર્થીઓને સાવચેત રહેવાની રજુઆત કરવામાં આવી છે. વાત જાણો એમ છે કે આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના સંબધિત એપીકે ફાઇલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. આ એક વોટ્સએપ મેસેજ છે, જેમાં સરકાર પીએમ કિસાન સન્માન નિઘી યોજના હેઠળ એપીકે ફાઇલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે કહી રહી છે.
પરંતુ આ દાવાની વાસ્તવિકતા કંઈક બીજી જ છે. વાસ્તવમાં, આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને તમારા ખિસ્સામાંથી પૈસા ઉપાડવાનો એક પડયંત્ર માત્ર છે. સરાકારે આ સંદેશને લઈને સામાન્ય લોકોને ચેતવણી પણ આપી છે. તેને ફેક માનીને આ મેસેજને તાત્કાલિક ઘોરણ લાભાર્થિઓથી તેને ક્લિક કરવાની ન પાડી છે અને તેને વેલી તકે ડિલીટ કરવા માટે પણ કહ્યું છે.
સરકારની ચેતવણી
આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.nic.project.pmkisan… . આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઓફિશિયલ પીએમ કિસાન મોબાઈલ એપ માત્ર QR કોડ દ્વારા જ ડાઉનલોડ કરો..
સરકાર વોટ્સએપ મેસેજને ખોટો ગણાવ્યું
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ટ્વિટર હેન્ડલે સમાચારના સ્ક્રીનશોટ સાથે આ દાવાને ખોટો ગણાવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના સંબઘિત કોઈ પણ વોટ્સએપ સંદેશ મોકલવામાં આવી રહ્યો નથી. આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે, જો કે ખેડૂતોને મળેલી રકમને ખોરવી શકે છે.
ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનું ષડયંત્ર
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી હેઠળ દેશના કરોડો લોકોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં વર્ષમાં ત્રણ વખત મોકલવામાં આવે છે. આ રૂપિયાને નાના અને સીમાંત ખેડૂતોને ખેતી કે ઘંધો ચલાવા માટે આપવામાં આવે છે. પરંતુ ગામડાઓમાં દિવસેને દિવસે સાયબર ક્રાઈમના કિસ્સાઓ વઘી રહ્યા છે. ઠગ વોટ્સએપ મેસેજ દ્વારા એપીકે ફાઇલો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરીને ખેડૂતો સાથે છેતરી રહ્યા છે. આવા જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂતોને હંમેશા ચેતવણી આપવામાં આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલમાં કહેવામાં આવ્યું છે કે ઓટીપી કોઈને ન જણાવો અને વોટ્સએપ પર અજાણ્યા નંબરની આવતી કોઈપણ લિંકને ડાઉનલોડ કરશો નહીં.
Share your comments