બજેટ 2022-23માં ખેડૂતો માટે ખુશ ખબર
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં ખેડૂતો અંગે મોટી જાહેરાત કરી છે, સરકારે ખેડૂત આંદોલનના કેન્દ્રમાં રહેલ એમએસપી (MSP)ને હવે ડાયરેક્ટ તેમના ખાતામાં મોકલવાની જાહેરાત કરી છે. અને આ સત્રમાં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને ધાન્ય ખરીદશે. બજેટ રજૂ કરતી સમયે નાણાં મંત્રીએ કહ્યું કે ગંગા નદીના કિનારે 5 કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના PPP મોડમાં શરૂ કરવામાં આવશે. આવો જાણીએ નાણામંત્રીએ ખેડૂતો માટે અન્ય કઈ જાહેરાતો કરી છે. અને વર્ષ 2023ને મોટું અનાજનું વર્ષ જાહેર કરવામાં આવ્યુ છે.
વર્ષ 2022-23નું નવુ બજેટ આજે રજૂ કરવામાં આવ્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યુ, જેમાં જગતના તાત માટે ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. તો જૂઓ નવા બજેટ અનુસાર ખેડૂતોને કયા કયા ફાયદા થશે.
આ વાત પર મૂકાયો સૌથી વધુ ભાર
ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક બનાવવા માટે PPP મોડમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી ખેડૂતો જે પબ્લિક સેક્ટર રિસર્ચ સાથે જોડાયેલા છે તેમને સારો એવો ફાયદો થશે.
- ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતી, આધુનિક કૃષિ, મૂલ્ય સંવર્ધન અને પ્રબંધન સામે પણ જોર આપવામાં આવશે.
- પાક મૂલ્યાંકન, ભૂમિ રેકોર્ડ, જંતુનાશકોના છંટકાવ માટે ખેડૂત ડ્રોનના ઉપયોગથી કૃષિ અને કૃષિ ક્ષેત્રમાં પ્રૌદ્યોગિક લહેર આવવાની શક્યતા છે.
- નાબાર્ડના માધ્યમથી ખેડૂતો માટે ફંડની સુવિધા કરવામાં આવી છે.
- સ્ટાર્ટઅપ એફપીઓને સપોર્ટ કરવા માટે ખેડૂતોને હાઈટેક બનાવવામાં આવશે.
- ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવાની પણ કરી વાત
- તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
અનેક પ્રોજેક્ટો કરાશે શરૂ
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ પર પણ કામ શરૂ કરવામાં આવશે. કેન-બેતવા નદીને જોડવા માટે 1400 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત સરકાર ફળો અને શાકભાજીના ખેડૂતો માટે પણ પેકેજ લાવશે. તે જ સમયે, કૃષિ પર વાત કરતા, નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. અને સાથે જ સરકાર તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપશે. સરકાર દ્વારા ખેડૂત ડ્રોનનો પણ પ્રચાર કરવામાં આવશે. સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂ. 2.37 લાખ કરોડ ચૂકવશે.
આ પણ વાંચો : પોષકતત્વોનો વધારે પડતો ઉપયોગ કરવાથી જમીનને ભારે આડ અસર થાય છે
આ પણ વાંચો : વાઈબ્રન્ટને લઈને આવ્યા મહત્વના સમાચાર, ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે સમિટ
Share your comments