Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

મત્સ્ય પાલન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, કરવામાં આવી રૂ. 200 કરોડની ફાળવણી

કેન્દ્ર સરકાર દ્વારા માછીમારો માટે વર્ષ 2020 માં પ્રધાનમંત્રી મત્સ્ય પાલન સંપદા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને ચાર વર્ષ પૂર્ણ થવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને માછીમારોની તરક્કી માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ 200 કરોડ રૂપિયાને દરિયાકાંઠા પર આવેલ 100 જેટલા ગામંડાઓના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કેન્દ્ર સરકાર દ્વારા માછીમારો માટે વર્ષ 2020 માં પ્રધાનમંત્રી મત્સ્ય પાલન સંપદા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને ચાર વર્ષ પૂર્ણ થવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને માછીમારોની તરક્કી માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ 200 કરોડ રૂપિયાને દરિયાકાંઠા પર આવેલ 100 જેટલા ગામંડાઓના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે. જણાવી દઈએ આ ગામોનો ક્લાઈમેટ રેઝિલિએન્ટ કોસ્ટલ ફિશરમેન વિલેજમાં (CRCFV) સમાવેશ કરવામાં આવ્યો છે.

સીઆરસીએફવી યોજના હેઠળ દરિયકાંઠે આવેલ આ ગામોની કેન્દ્ર સરકાર દ્વારા બદલાતી પરિસ્થિતિ મુજબ ખાદ્ય સુરક્ષા, સામાજિક-આર્થિક સ્થિરતા, માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. તેમ જ માછીમાર સમુદાયની આબોહવા-સ્માકર્ટ આજીવિકા સુનિશ્ચિત કરવામાં આવશે. તેના સાથે જ ફિશરીઝ કલસ્ટર ડેવલેપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઉત્પાદન અને પ્રોસેસિંગ કલસ્ટરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ જાહેર કરવામાં આવશે. તેની માહિતી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પુશપાલન તેમજ ડેરી મંત્રી રાજીવ રંજનન દ્વારા એક સાક્ષતકાર દરમિયાન આપવામાં આવી હતી. સાક્ષતકારમાં તેઓએ મોતીની ખેતી, સુશોભન માછલીની ખેતી અને સીવીડ ફાર્મિંગ માટે પણ ત્રણ કલ્સ્ટર બનાવવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રીએ માછીમારો માટે લોન્ચ કર્યો પોર્ટલ

સાક્ષતકાર દરમિયાન માછીમારો અને દરિયાકાંઠાના 100 ગામો માટે 200 કરોડી રૂપિયાની ફાળવણીના સાથે જ કેન્દ્રીય મંત્રીએ નેશલન ફિશરીઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ એક પોર્ટલ પણ લોન્ચ કર્યો હતો. આ પોર્ટલ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે તેના થકી માછીમારોને મત્સ્યોદ્યોગથી જોડાયેલ નોંધણી, માહિતી, સેવાઓ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવશે.

શું છે સરકારની યોજના?

કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોના વિકાસ માટે નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેર્ટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતો. તેને પ્રધાનનંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ બનાવવામાં આવ્યું છે. જો કે તેની પેટા યોજના છે. આ યોજના થકી દેશભરના મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો અને વ્યવસાયીઓની એક રજિસ્ટ્રી બનાવવામાં આવશે અને તેમને ડિજિટલ ઓળખ આપવામાં આવશે. NFDP દ્વારા લોન, સબસિડી, એક્વાકલ્ચર ઈન્સ્યોરન્સ વગેરે જેવા લાભો પણ માછીમારોને આપવામાં આવશે.  

સ્ટાર્ટઅપસ્ને થશે ફાયદો

સીવીડની ખેતી અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સીએમએફઆરઆઈના પ્રાદેશિક કેન્દ્ર, મંડપમ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમનું કહેવું છે કે આનાથી સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે અને સીવીડ ફાર્મિંગમાં વિકાસ થશે. આ સાથે, ખેતીની તકનીકોમાં સુધારો કરવા, બીજ બેંકોની સ્થાપના વગેરે પર કામ કરવામાં આવશે.

બીજની ગુણવત્તા વધારવા માટે, દરિયાઈ અને આંતરદેશીય મત્સ્યોદ્યોગમાં માછલીની પ્રજાતિઓ માટે ન્યુક્લિયસ સંવર્ધન કેન્દ્રની સ્થાપનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, માછલી ઉછેર સ્ટાર્ટ-અપ્સ, સહકારી મંડળીઓ, એફપીઓ અને એસએચજીને પ્રોત્સાહન આપવા માટે દેશમાં લગભગ 100 ઇન્ક્યુબેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ ત્રણ સેન્ટર હૈદરાબાદ, મુંબઈ અને કોચીમાં બનાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, દેશી પ્રજાતિઓને પ્રોત્સાહન આપવા અને રાજ્યની માછલીઓના સંરક્ષણ અંગેના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More