કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટૂંક સમયમાં મોદી સરકારના બીજા કાર્યકાલનું છેલ્લું બજેટ રજું કરશે. જેમાં ખેડૂતોને મોદી સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીએ રજુ થનાર 2024-25ના બજેટમાં કેંદ્રની મોદી સરકાર 2024ની ચૂંટણી પહેલા ખેડૂતોના વોટને ભાજપ સાથે જોડાવા માંગે છે. તેના માટે આવનારા નવા બજેટમાં ખેડૂતો પર વધું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મળશે મોટી ભેટ
બીજા કાર્યકાલના છેલ્લા બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેંદ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના હપ્તાને વધારી શકે છે. હજું ત્રણ હપ્તાના આધારે મળતા 6000 રૂપિયાને કેંદ્ર સરકાર વઘારી ને 8000 થી 9000 કરી શકે છે. જેને કેંદ્ર સરકાર 2-2 હજાર કરીને દર 4 મહીનામાં ત્રણ હપ્તામાં આપશે. જણાવી દઈએ કે 2019માં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષે સરકારની તરફથી 6000 રુપિયાની સહાય મળે છે. જેને હવે વધારીને 9000 કરી દેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવી શકે છે.
16મો અને 17મો હપ્તો એક સાથે જાહેર કરશે સરકાર
પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર, પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આપવામાં આવે છે, તેથી એવી શક્યતા છે કે 16 મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સરકાર 16 માં હપ્તાની સાથે 17 મો હપ્તો પણ જાહેર કરી શકે છે.
શું છે કિસાન સન્માન નિધી યોજના
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત ભાઈઓને વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. યોજના હેઠળ, ખેડૂત ભાઈઓને 2,000 રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ eKYC કરવું પડશે. ઉપરાંત, ખેડૂત ભાઈઓ, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે.
Share your comments