પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી PM Kisan Sanman Nidhi યોજનાનો 11 હપ્તો જલ્દી જ તમારા ખાતામાં આવશે, તો આ હપ્તો મેળવવા માટે eKYC કરાવવું તમારા માટે ફરજિયાત છે. આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂતો eKYC નહીં કરે તો તેમને 11માં હપ્તા 11th Installmentના પૈસા નહીં મળે. તો જુઓ સંપૂર્ણ માહિતી આ લેખમાં.
નહીં મળે આગામી 11મો હપ્તો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PM Kisan Sanman Nidhiનો આગામી હપ્તો મેળવવા માટે, eKYC કરવું ફરજિયાત છે. પીએમ કિસાનમાં ઈ-કેવાયસી eKYC કરવાની પ્રક્રિયા 10મો હપ્તો જાહેર થાય તે પહેલા જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. ત્યારપછી eKYCનું કામ થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને સુધારણા બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે. જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી અપડેટ કર્યું નથી, તેઓએ આ કામ તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ. કારણ કે આ કામ કરવાની છેલ્લી તારીખ નજીક છે.
ઈ-કેવાયસી eKYC છે જરૂરી
પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જે ખેડૂતોને યોજનાનો લાભ મળી રહ્યો છે તેમના માટે ઈ-કેવાયસી જરૂરી છે. ઈ-કેવાયસી કરવા માટે ખેડૂત પાસે આધાર નંબર અને આધારમાં આપેલ મોબાઇલ નંબર હોવો ખૂબ જ જરૂરી છે. જો આમાંથી કંઈ નહીં હોય તો તમે ઈ-કેવાયસી eKYC કરાવી શકશો નહીં.
આ પણ વાંચો : ઘરનું ઘર ખરીદનારની મુશ્કેલી વધી, હોમ લોન પર હવે ટેક્સ છૂટનો નહીં મળે લાભ
31 માર્ચ છે છેલ્લી તારીખ
જો આધાર કાર્ડમાં આપવામાં આવેલ મોબાઈલ નંબર ખેડૂત પાસે નથી, તો તે નજીકના આધાર અથવા CSC કેન્દ્ર પર જઈને તેને અપડેટ કરાવી શકે છે. આ પછી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ જશે. પીએમ કિસાનની eKYC કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ-કેવાયસી કરવું એકદમ સરળ છે. ખેડૂતો મોબાઈલ કે લેપટોપ દ્વારા પણ આ જાતે કરી શકે છે. અહીં અમે તમને PM કિસાન eKYC કરવા માટેની પ્રક્રિયા જણાવીશું.
PM કિસાનનું eKYC કેવી રીતે કરવું
- સૌથી પહેલા તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
- પેજની જમણી પર eKYCનો વિકલ્પ દેખાશે. તેની પર તમે ક્લિક કરો, ક્લિક કરતાં જ એક નવું પેજ ખૂલશે.
- અહીં સૌથી પહેલા તમારે તમારો આધાર નંબર નાખવો પડશે. આ પછી જો તમે સર્ચના વિકલ્પ પર ક્લિક કરશો તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો ઓપ્શન આવશે.
- મોબાઈલ અને આધાર નંબર નાખ્યા બાદ 4 અને 6 અંકના બે OTP આવશે. આ દાખલ કર્યા પછી, તમારે સબમિટ ફોર ઓથેન્ટિકેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ eKYC સફળતાપૂર્વક સબમિટ થયું છે તે ટોચ પર લખવામાં આવશે. જો તે ના હોય તો Invalid લખવામાં આવશે.
આ પણ વાંચો : RBI News : સ્માર્ટફોન ન ધરાવતાં લોકો માટે સારા સમાચાર, ફીચર ફોનથી હવે કરી શકાશે UPI પેમેન્ટ
પીએમ કિસાન યોજના શરૂ થયાને 3 વર્ષ થઈ ગયા છે. આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. આ પૈસા ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને 10 હપ્તાના નાણાં મળ્યા છે. 11માં હપ્તાના 2000 રૂપિયા એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયા અથવા મે મહિનામાં ખેડૂતોના ખાતામાં આવશે.
આ પણ વાંચો : Government Mobile Apps : આ 5 સરકારી એપ્લિકેશન છે તમારા માટે ઉપયોગી, અત્યારે જ મેળવો માહિતી
આ પણ વાંચો : તમે TDS જમા કરાવ્યા વિના પણ EPFમાંથી તમારા પૈસા ઉપાડી શકો છો, રૂપિયા 7 લાખ સુધી મળશે લાભ
Share your comments