અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે લગભગ એક કરોડ ઘરોની છત પર રૂફટોપ સોલાર લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આની જાહેરાત કરી છે, જેમાં લખ્યું છે કે દેશવાસીઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ થવા જઈ રહી છે.
પીએમ સુર્યઉદય યોજનાને ભગવાન રામ સાથે જોડ્યું
PM મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાને ભગવાન શ્રી રામ સાથે જોડી જણાવ્યું કે લોકોના ક્લ્યાણ માટે અયોધ્યાથી પાછા ફરતી વખ્તે મને આ યોજનાનું વિચાર આવ્યું. પીએમ મોદીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વિશ્વના તમામ ભક્તોને સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી હંમેશા ઊર્જા મળે છે.આજે, અયોધ્યામાં પવિત્રતાના શુભ અવસર પર, મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતીયોના ઘરની છત પર તેમની પોતાની સોલર રૂફટોપ સિસ્ટમ હોવી જોઈએ.
એક કરોડ ઘરો ઉપર લગાવવામાં આવશે સોલર પેનલ
પીએમએ જણાવ્યું કે અયોધ્યાથી પાછા ફર્યા પછી, મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, ભારત ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.
વીજ વીળથી મળશે રાહત
સોલાર યોજના થકી કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ લોકોને વીજળીના વધતા ભાવોથી મુક્ત કરવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ સરકાર નબળા વર્ગના પરિવારોના ઘરની છત પર રૂફટોપ સોલાર એટલે કે સોલાર સિસ્ટમ લગાવશે. જેથી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે.
આ યોજનાનું લાભ લેવા માટે શું કરવું પડે
જો તમે પણ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 હેઠળ તમારા ઘરની છત પર રૂફટોપ સોલર લગાવવા માંગો છો, તો આ માટે તમારે નેશનલ પોર્ટલ ફોર રૂફટોપ સોલરની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી પછી, તમારે સાઇટના રૂફટોપ સોલર વિકલ્પ પર ક્લિક કરવું પડશે, લોગિન કરવું પડશે અને રૂફટોપ સોલર માટે ઑનલાઇન અરજી કરવી પડશે. ધ્યાનમાં રાખો કે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી યોગ્ય રીતે દાખલ કરવાની રહેશે. અન્યથા તમે સરકારના આ લાભથી વંચિત રહી શકો છો.
Share your comments