Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

મજૂરો માટે વૃદ્ધાવસ્થાની લાકડી બનશે મોદી સરકારની આ યોજના, મળશે 36 હજાર રૂપિયા પેન્શન, આ રીતે કરો નોંધણી

કેન્દ્રની મોદી સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. ખેડૂતોની સાથે સાથે મજૂર વર્ગ માટે પણ ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી પીએમ શ્રમ યોગી માનધન યોજના ખૂબ જ લોકપ્રિય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
pm shram yogi mandhan yojana
pm shram yogi mandhan yojana

પીએમ શ્રમ યોગી માનધન યોજના હેઠળ, રિક્ષાચાલકો, બાંધકામ કરવાવાળા મજુકો અને આ જ રીતે અનેક કાર્ય કરવાવાળા અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરોને તેમની વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવામાં મદદ કરવામાં આવશે. આ સ્કીમમાં તમે દરરોજ માત્ર 2 રૂપિયાની બચત કરીને વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. તો ચાલો જાણીએ મોદી સરકારની આ યોજના વિશે…

60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરૂ થશે

વાસ્તવમાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ખેડૂતો અને કામદારો માટે એક પેન્શન યોજના છે. આ યોજના હેઠળ, લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા એટલે કે 36000 રૂપિયા વાર્ષિક પેન્શન આપવામાં આવે છે. આ સ્કીમ શરૂ કરવા પર તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે 18 વર્ષની ઉંમરે રોજના લગભગ 2 રૂપિયાની બચત કરીને તમે વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ સ્કીમ શરૂ કરે છે, તો તેણે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. તમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરૂ થશે. 60 વર્ષ પછી, તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે પ્રતિ વર્ષ 36000 રૂપિયા પેન્શન મળશે.

આ પણ વાંચો:વિકાસ યોજનાઓના આયોજન અને સંચાલનમાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકનનો અભિગમ

આ લોકો લઈ શકે છે યોજનાનો લાભ

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના હેઠળ, કોઈપણ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ મજુર, જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે અને કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યો નથી, તે લાભ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ માટે અરજી કરનાર વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે સેવિંગ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

રજીસ્ટ્રેશન માટે કરવાનું રહેશે આ કામ

આ માટે, તમારે યોજના માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) માં નોંધણી કરાવવી પડશે. CSC કેન્દ્રમાં પોર્ટલ પર મજુર પોતાની નોંધણી કરાવી શકે છે. સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ બનાવ્યું છે. આ કેન્દ્રો દ્વારા ઓનલાઈન તમામ માહિતી ભારત સરકાર પાસે પહોંચી જશે.

આ પણ વાંચો:PM કિસાન ખાદ યોજના: ખેડૂતોને ખાતર માટે 11 હજાર રૂપિયા મળશે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More