પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને લખપતિ બનવાનો મોકો આપી રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા તાજેતરમાં એક એવી જબરદસ્ત સ્કીમ બહાર પાડવામાં આવી છે કે તમે માત્ર પાંચ વર્ષમાં જ લખપતિ બની શકો તેમ છો. આ યોજનાનો લાભ તમય વયજૂથના લોકો લઈ શકે છે. આજે અમે તમને 'પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ' વિશે જણાવીશુ. પોષ્ટ ઓફિસની આ યોજના હેઠળ આપ જો રોકાણ કરો છો તો આપને 7.4 ટકાના દરે વ્યાજ મળે છે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizens Savings Scheme - SCSS)
- સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizens Savings Scheme - SCSS) માં ખાતું ખોલવા માટે તમારી વય મર્યાદા 60 વર્ષ હોવી જોઈએ.
- આ યોજનામાં માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ ખાતું ખોલાવી શકે છે.
- જે લોકોએ VRS એટલે કે Voluntary Retirement Schem લીધી છે, તે લોકો પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે.
10 લાખના રોકાણ પર 14 લાખથી વધુ
- જો તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષના 4 ટકા (ચક્રવૃદ્ધિ) ના વ્યાજ દરના હિસાબથી 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર રોકાણકારોને કુલ રમક 14,28,964 રૂપિયા મળશે એટલે કે 14 લાખ રૂપિયાથી વધુ.
- આ સ્કીમ અંતર્ગત તમને વ્યાજ તરીકે 4,28,964 રૂપિયા મળશે
કેવી રીતે અને કેટલા પૈસાથી ખુલશે ખાતું?
- આ યોજનામાં ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ 1000 રૂપિયા છે.
- તમે આ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાથી વધુ રાખી શકતા નથી.
- જો તમારું ખાતું ખોલવાની રકમ એક લાખ રૂપિયાથી ઓછી છે, તો તમે રોકડ ચૂકવીને પણ ખાતું ખોલી શકો છો.
- એક લાખ રૂપિયાથી વધુનું ખાતું ખોલવા માટે, તમારે ચેક આપવો પડશે.
ટેક્સમાં છૂટ
- જો SCSS હેઠળ તમારી વ્યાજની રકમ વાર્ષિક રૂ. 10,000 થી વધી જાય, તો તમારો TDS કાપવાનું શરૂ થાય છે.
- આ યોજનામાં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપેલ છે.
પાકતી મુદ્દતનો સમય
- SCSS ની મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, પરંતુ જો રોકાણકાર ઈચ્છે તો આ સમય મર્યાદા પણ વધારી શકાય છે.
- ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ મુજબ, તમે મેચ્યોરિટી પછી આ યોજનાને 3 વર્ષ માટે લંબાવી શકો છો.
- મુદ્દત વધારવા માટે, તમારે પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરવી પડશે.
- SCSS હેઠળ, એક ડિપોઝિટર ઇન્ડીવિઝ્યુઅલી અથવા પતિ/પત્નીની સાથે જોઈન્ટમાં એકથી વધુ એકાઉન્ટ પણ રાખી શકો છે.
- બધા મળીને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ 15 લાખથી વધુ ન હોઈ શકે.
- ખાતું ખોલવા અને બંધ કરતી વખતે નોમિનેશન ફેસિલિટી પણ આપવામાં આવે છે
Share your comments