Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

રાષ્ટ્રીય પશુધન મિશન યોજનામા થયો ફેરફાર, કેન્દ્ર સરકાર આપશે 10 કરોડની લોન

વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ગુરૂવારે અમદાવાદમાં અમૂલ બ્રાન્ડની 50મીં વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધિત કરતા ગાંધીજીને યાદ કર્યો હતો. તેમને ગાંધીજીના એક નિવેદન પર ભાર મુક્તા જણાવ્યું હતું કે ગાંધી બાપૂ કહેતા હતા કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. એટલે આપણે ગામડાઓને સમૃદ્ધ બનાવું જોઈએ. ગાંધી

Amansinh Jadeja
Amansinh Jadeja
પશુપાલકોને સરકાર આપશે 10 કરોડની લોન પર  સબસિડી
પશુપાલકોને સરકાર આપશે 10 કરોડની લોન પર સબસિડી

વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ગુરૂવારે અમદાવાદમાં અમૂલ બ્રાન્ડની 50મીં વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધિત કરતા ગાંધીજીને યાદ કર્યો હતો. તેમને ગાંધીજીના એક નિવેદન પર ભાર મુક્તા જણાવ્યું હતું કે ગાંધી બાપૂ કહેતા હતા કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. એટલે આપણે ગામડાઓને સમૃદ્ધ બનાવું જોઈએ. ગાંધી બાપૂની એજ વાતને ભારતની મોદી સરકારે સાચા અર્થમાં સમર્થન આપી રહી છે. એટલે જ મોદી સરકાર ભારતના ગામડાઓ માટે એક યોજના ચલાવી રહી છે. જેનું નામ છે રાષ્ટ્રીય પશુધન મિશન યોજના. આ યોજના હેઠળ હવે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો થકી ગામડાઓમાં રહેતા લોકોની આવકમાં વધારો થશે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.

સરકાર આપશે 10 કરોડ રૂપિયાની લોન

વાત જાણો એમ છે કે ગુરૂવારે 22 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પશુધન મિશન અંતર્ગત ઘોડા, ગધેડા, ખચ્ચર અને ઉંટને લગતા સાહસો સ્થાપવા માટે 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. તેમજ વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને રાષ્ટ્રીય પશુધન મિશન યોજનામાં સુધારાને મંજૂરી પણ આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય પશુધન મિશન યોજનામાં કરાયેલા આ સુધારા મુજબ કેન્દ્ર સરકાર ઘોડા, ગધેડા અને ઊંટ માટે વીર્ય અને સંવર્ધન ફાર્મ સ્થાપવા માટે 10 કરોડ રૂપિયા સુધીની લોન આપશે. જે અંતર્ગત વ્યક્તિઓ, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ, સ્વ-સહાય જૂથો અને કંપનીઓને 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારે ઘોડા, ગધેડા અને ઊંટની ઓલાદોના સંરક્ષણ માટે રાજ્ય સરકારને સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.

જમીનમાંથી ઘાસચારાનું ઉત્પાદન

સુધારા હેઠળ ઘાસચારાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરવામાં આવ્યું છે. ઘાસચારાની ખેતીના ક્ષેત્રોમાં વધારો કરવા માટે, રાજ્ય સરકારે બિન-જંગલ જમીન, બંજર જમીન/ગોચર/બિન-ખેતીની જમીન તેમજ જંગલની જમીનોને "બિન-જંગલ ઉજ્જડ જમીન/ગોચર/બિન ખેતીલાયક જમીન"માં રૂપાંતરિત કરવી જોઈએ અને "જમીનમાંથી ઘાસચારાનું ઉત્પાદન" ની સાથે જંગલ, અવનતિ પામેલી જંગલની જમીનમાં પણ ઘાસચારાની ખેતી માટે સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી દેશમાં ઘાસચારાની ઉપલબ્ધતા વધશે.

સુધારા બાદ પશુધન વીમા કાર્યક્રમને વધુ સરળ બનાવવામાં આવ્યો છે. ખેડૂતો માટે પ્રીમિયમનો લાભાર્થી હિસ્સો 20 ટકા, 30 ટકા, 40 ટકા અને 50 ટકાના હાલના લાભાર્થી હિસ્સાની સામે ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. પ્રીમિયમની બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય દ્વારા તમામ રાજ્યો માટે 60:40, 90:10 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

આ યોજનાનું મુખ્ય ઉદ્ગેશ્ય
આ યોજનાનું મુખ્ય ઉદ્ગેશ્ય

પશુઓનો વીમો કરાવશે સરકાર

ઘેટાં અને બકરા માટે 5 પશુ એકમોને બદલે વીમો લેવાના પ્રાણીઓની સંખ્યા પણ વધારીને 10 પશુ એકમો કરવામાં આવી છે. આનાથી પશુપાલકોને લઘુત્તમ રકમ ચૂકવીને તેમના કિંમતી પશુઓનો વીમો મેળવવાની સુવિધા મળશે.

તમને જણાવી દઈએ કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો તેમની આવક વધારવા માટે પશુપાલનનો આશરો લે છે. સરકાર દ્વારા પશુપાલનને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે રાષ્ટ્રીય પશુધન મિશન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના 2014-15માં શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ, પશુપાલકો અને ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતોના જીવનધોરણમાં સુધારો કરવા અને તેમની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

શું છે આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય

જો આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો તેના હેઠળ ખોરાક અને ઘાસચારાની માંગ અને પુરવઠામાં અંતર ઘટાડવા, મૂળ જાતિઓનું સંરક્ષણ, માંસ, ઈંડા, બકરીના દૂધ અને ઊનની ઉપજમાં વધારો કરવાનો છે. આ ઉપરાંત જમીનવિહોણા, નાના અને સીમાંત ખેડૂતો માટે આજીવિકાની તકો વધારવા, જાગરૂકતા વધારવા, પશુપાલકોના સામાજિક-આર્થિક ઉત્થાનનું કામ પણ આ યોજના હેઠળ કરવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ કેટલાક મોટા ફેરફારો કર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ ફાયદો થશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More