Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

વડા પ્રધાને આજે મહારાષ્ટ્રની મુલાકાતે, જાહેર કરશે સન્માન નિધિ યોજનાનું 16મો હપ્તો

વડા પ્રઘાન નરેંદ્ર મોદીએ આજે એટલે કે 28 ફેબ્રુઆરી 2024 ના રોજ મહારાષ્ટ્રના યવતમાલથી ખેડૂત સન્માન નિધી યોજનાનું 16મો હપ્તો જાહેર કરશે. જો કે ખેડૂતોના બેંક ખાતામાં સીધુ મોકલવામાં આવશે. જણાવી દઈએ તેથી પહેલા 15મો હપ્તો 27 નબેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.

Amansinh Jadeja
Amansinh Jadeja
આજે મળશે 16મો હપ્તો
આજે મળશે 16મો હપ્તો

વડા પ્રઘાન નરેંદ્ર મોદીએ આજે એટલે કે 28 ફેબ્રુઆરી 2024 ના રોજ મહારાષ્ટ્રના યવતમાલથી ખેડૂત સન્માન નિધી યોજનાનું 16મો હપ્તો જાહેર કરશે. જો કે ખેડૂતોના બેંક ખાતામાં સીધુ મોકલવામાં આવશે. જણાવી દઈએ તેથી પહેલા 15મો હપ્તો 27 નબેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. રવિ પાકની લણણી પહેલા મળતા આ નાણાં નાના ખેડૂતોની ખેતી માટે ખૂબ જ ઉપયોગી થશે. ખેડૂતો 4 મહિનાથી આની રાહ જોઈ રહ્યા હતા. પીએમ મોદી DBT દ્વારા દેશભરના ખેડૂતોના ખાતામાં આ હપ્તો મોકલશે. યોજના હેઠળ, ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં કુલ 6,000 રૂપિયાની રકમ ખેડૂતોને આપવામાં આવે છે.

આજે મહારાષ્ટ્રની મુલાકાતે વડા પ્રધાન

વડાપ્રધાને આજે બપોરે મહારાષ્ટ્રના યવતમાલના ભારી ગામની મુલાકાત લેશે. ત્યાં તેઓ પીએમ કિસાન સન્માન નિધિ અને અન્ય યોજનાઓના લાભો જાહેર કરશે. પીએમ મોદી રૂ. 1300 કરોડના રેલવે પ્રોજેક્ટનું અનાવરણ કરશે જે મરાઠવાડા અને વિદર્ભમાં કનેક્ટિવિટી વધારશે. ત્યાં પીએમ મોદી એક રેલીને પણ સંબોધિત કરશે. તેમ જ તેઓ મહિલા સ્વ-સહાય જૂથોના લગભગ 1 લાખ સભ્યોને સંબોધિત કરશે અને સમગ્ર મહારાષ્ટ્રમાં 5.5 લાખ મહિલા સ્વ-સહાય જૂથો ને રૂ. 825 કરોડનું ફરતું ભંડોળ વિતરણ કરશે. આ રાશિ થકી કેન્દ્ર સરકાર નાના ઉદ્યોગોને આગળ વધારવા માંગે છે જેથી ગરીબ પરિવારોની આવકમાં વધારો કરી શકાય.

આયુષ્માન કાર્ડનું પણ થશે વિતરણ

ખેડૂત સન્માન નિધિ યોજનાનું 16મો હપ્તો જાહેર કરવાના સાથે જ પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરશે. જેથી ગરીબ લોકોને 5 લાખ સુધીની સારવાર મફતમાં મળી શકે. તેમ જ અન્ય પછાત વર્ગના લોકો માટે આવાસ યોજનાનું શુભારંભ કરશે. જણાવી દઈએ આ યોજના થકી કેન્દ્ર સરકારે નાણાવર્ષ 2024-25 હેઠળ અન્ય પછાત વર્ગના લોકો માટે 10 લાખ ઘર બનાવાનું લક્ષ્ય રાખ્યું છે.

લાભદાયક સિંચાઈ યોજનાને કરશે રાષ્ટ્રને સમર્પિત

વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશોને લાભદાયક સિંચાઈ યોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) અને બલિરાજા જલ સંજીવની યોજના (BJSY) હેઠળ રૂ. 2750 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. તેના સાથે-સાથે મહારષ્ટ્રને રેલ્વે કનેક્ટીવી અને ગ્રામીણ સડક યોજનાની પણ સૌગાત મળશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More