
અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પહેલા તબક્કાના મતદાન થયા પછી હવે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન થવાનું છે. પરંતુ તેથી પહેલા ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યો છે. વાત જાણો એમ છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જો કે કુદરતી આફતના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. હવે તેઓ પોતે જ આફતમાં ફસાયેલી છે.
ખેડૂતોને નહીં મળે પાક વીમા યોજાનું લાભ
પ્રાપ્ત માહિતી મુજબ હવે ખેડૂતોને પાક વીમા યોજનાનું લાભ આવનારા સમયમાં મળશે નહી.કેમ કે તેના માટે એકપણ વીમા પકંપનીને કામ મળ્યું નથી. આથી ખેડૂતોને આ યોજના હેઠળ હવે લાભ મેળવવામાં સમસ્યા થઈ શકે છે. જણાવી દઈએ આ યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગયા વર્ષે વરસાદના કારણે પાકને ઘણા નુકસાન થયું હતું અને ત્યારે કેટલાક ખેડૂતોને તેનો લાભ મળ્યો હતો અને તેમને નુકસાનનું વળતર આપવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે નહીં મળે તેવા એંધાણા સેવાઈ રહ્યા છે.
આ વર્ષે નહી મળે વળતર
આ વર્ષે પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને મળતા તેમના નુકસાનનું વળતર આપવામાં આવશે નહીં. પરંતુ અમે તમને ત્યાં જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોએ તેથી તદ્દન સુરક્ષિત છે, એટલે કે ગુજરાતના ખેડૂતોને પહેલાની જેમ યોજનાનું લભા મળતો રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં હરિયાણામાં પણ વરસાદ અને કરા પડ્યા હતા, પરંતુ આ વખતે કરનાલમાં પાક વીમા યોજના લાગુ કરવામાં આવી નથી. મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતોએ તેમના પાકનો વીમો કેવી રીતે લેવો જોઈએ? સરકારની આ બેદરકારીના કારણે બદલાતા હવામાનને કારણે ખેડૂતોને આફતનો સામનો કરવો પડી રહ્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કરનાલના ખેડૂતોને કુલ 84.23 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. ગયા વર્ષે, કરનાલના કુલ 79 ખેડૂતોને પાકના નુકસાન માટે વળતર તરીકે 6 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.
કંપનીઓ આ જિલ્લાઓમાં આવી નથી
આ વખતે હરિયાણાના કરનાલ, અંબાલા, સોનીપત, હિસાર, જીંદ, મહેન્દ્રગઢ અને ગુરુગ્રામમાં પાક વીમા યોજના માટે કોઈ વીમા કંપની મળી નથી. પાકના નુકસાનની ભરપાઈ કરવા માટે, ખેડૂતો પાસેથી વીમા માટે પાકની કિંમતના દોઢ ટકા પ્રીમિયમ વસૂલવામાં આવે છે.
12 હજાર એકર પાકને અસર
તાજેતરમાં, કરનાલ સહિત ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. 12 હજાર એકરમાં ઘઉં અને સરસવના પાકને અસર થઈ છે. ખેતીવાડી વિભાગ દ્વારા અસરગ્રસ્ત પાકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જો કે, પાક વીમા યોજના હેઠળ અસરગ્રસ્ત પાક માટે વળતર ઉપલબ્ધ થશે નહીં.તેને લઈને ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપની દ્વારા પાકનો વીમો લેવામાં આવે છે. ખાનગી કંપની આખા ગામને એક યુનિટ બનાવે છે અને ખેડૂતોના પાકનો વીમો ઉતારવામાં આવે છે. આફતને કારણે આખા ગામમાં 70 ટકા જેટલા પાક નાશ પામે તો વળતર આપવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે લોકોનો આખો પાક બરબાદ થઈ ગયો છે. પરંતુ હવે સરકાર વળતર આપવાની ન પાડી રહી છે
Share your comments