પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેનારા ખેડૂતો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને નવો કૃષિ ઉદ્યોગ શરૂ કરવા 15 લાખ રૂપિયાની સહાય આપે છે.
PM Kisan FPO યોજનાની શરૂઆત
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે PM Kisan FPO Yojanaની શરૂઆત કરી દીધી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સહાય આપવાનો છે. આ યોજના અંતર્ગત ફોર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈજેશન નવો બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પહેલાં 11 ખેડૂતને એક કંપની બનાવી પડશે ત્યારબાદ તે કંપનીના નામ પર 15 લાખ રૂપિયાની લોન લઈ શકશે. આ યોજનાના માધ્યમથી ખેડૂતો માટે ખેતી સંબંધિત સાધનો અથવા ફર્ટિલાઈઝર્સ, વીજળી અને દવાઓ મેળવવી સરળ થઈ જશે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન યોજના હેઠળ 15 લાખ રૂપિયાનો ફંડ આપવાની પ્લાનિંગ કરી રહી છે. એના માટે 11 ખેડૂતોએ મળીને એક કંપની રજીસ્ટર્ડ કરાવવાની રહેશે. સરકાર આ કંપનીને 15 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે, અને તેનુ વ્યાજ ખૂબ જ ઓછુ હશે. સ્કીમ હેઠળ મળવા વાળા ફંડ પર સબસીડીનું પણ પ્રાવધાન છે.
યોજનાનો મુખ્ય હેતુ શું છે ?
કેન્દ્ર સરકારે શરૂ કરેલી પીએમ કિસાન એફ પી ઓ યોજના (PM Kisan FPO Yojana) દેશના ખેડૂતોને સીધો ફાયદો કરવા માટે છે. આ યોજનાની શરૂઆત થવાથી કેટલાય ખેડૂતો પોતાનો ખેતી ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રેરિત થશે. આ યોજના માટે સરકાર વર્ષ 2024 સુધી 6,885 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
આ રીતે કરી શકો છો નોંધણી
પીએમ કિસાન એફ પી ઓ (PM Kisan FPO Yojana) યોજના અંતર્ગત ખેડૂતોએ સહાયનો લાભ લેવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. સરકારે હજુ આ યોજના માટેનું રજિસ્ટ્રેશન શરૂ નથી કર્યું. થોડા દિવસો પછી આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો.
સૌપ્રથમ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની અધિકૃત વેબસાઈટ પર જાઓ
- વેબસાઈટનુ હોમ પેજ ખુલશે
- હવે હોમ પેજ પર FPOના વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારબાદ રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો
- તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે
- ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતમાં માહિતી ભરો
- હવે તમે પાસબુક સ્કેન કરીને અપલોડ કરો અથવા ચેક અને આઈડી પ્રૂફ સ્કેન કરીને અપલોડ કરો.
- ત્યારબાદ સબમિટના વિકલ્પ પર ક્લિક કરો.
લોગઈન પ્રક્રિયા
- સૌથી પહેલા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
- હવે તમારી સામે હોમ પેજ ખૂલશે
- ત્યારબાદ તમે FPOના વિકલ્પ પર ક્લિક કરો
- અને લોગ ઈનના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે લોગ ઈન ફોર્મ ખુલશે
- હવે તેમાં યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખો.
- અને તમે લોગઈન થઈ જશો
કેન્દ્ર સરકાર ખેડૂતોને દરેક રીતે મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. તેમની આવક વધારવાથી લઈને આર્થિક મદદ પૂરી પાડવા સુધી સરકાર વિચારણા કરી રહી છે. બીજી તરફફ, ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા પર સરકાર તરફથી 15 લાખ રૂપિયા મળશે.
આ પણ વાંચો : મસાલાના ભાવમાં 30 ટકાનો વધારો
આ પણ વાંચો : બીજ તેલ આપતુ વૃક્ષા સીમારૂબા (લક્ષ્મી તરૂ) ની વૈજ્ઞાનિક ખેતી
Share your comments