ભારતની મોદી સરકાર ખેડૂતો માટે વર્ષ 2014 થી જ કામ કરી રહી છે, કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અનેક યોજનાઓનું શુભારંભ કરવામાં આવ્યા હતા. જેનું લાભ દેશના અનેકો ખેડૂતો લઈ રહ્યા છે. પણ કેટલાક એવા ખેડૂતો પણ છે જેના સુઘી આ યોજનાઓનું લાભ પહોંચ્યું નથી ક તો પછી તે લોકોને આ યોજના વિશે કઈંક ખબર જ નથી. દેશની 60 થી 65 ટકા વસ્તી ખેતકામ કરે છે એટલા માટે મોદી સરકારનું આ મંત્ર છે કે ગામ ખુશહાલ તો દેશ ખુશહાલ. પરંતુ ગામોને ખુશહાલ બનાવવા માટે આપણા અન્નદાતાના જીવનમાં સુધારો કરવાનું પડશે. જેના માટે કેંદ્ર સરકાર અનેકો યોજનાઓ શરૂ કરી છે. આવી જ 6 યોજનાઓ વિશે આજે કૃષિ જાગરણ ગુજરાતી તમને જણાવશે.
પ્રધાનનમંત્રી ફસલ બીમા યોજના
કેંદ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોએ તેમના પાકનું વીમા કરાવી શકે છે. આ યોજનાની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દર વર્ષે 5 કરોડ ખેડૂતોએ પોતાના પાકનું વીમો કરાવે છે. આ યોજના હેઠળ વીમા કરાવ્યા પછી જો તમારૂ પાક પ્રાકૃતિક કારણથી બગડી જાય છે. તો સરકાર દ્વારા તમને તમારા પાકનું વીમા આપવામાં આવશે, સાથે જ હવે સરકાર આ યોજના માટે એક નંબર પણ બાહર પાડશે જેના અંતર્ગત જો તમારા વીમા તમને નહીં મળે તો તમે આ નંબર ઊપર કોલ કરીને પોતાની ફરીયાદ નોંઘાવી શકો છો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં 4 મહિનાના અંતરાલે 2,000 રૂપિયાના 3 હપ્તામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 15 હપ્તા આવી ચુક્યા છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.જે ખેડૂતોને રોકડિયા પાકોમાં યોગ્ય સિંચાઈની જરૂર પડે છે તેમના માટે આ યોજના અંતર્ગત પાણીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, સિંચાઈ હેઠળ ખેતીલાયક વિસ્તારને વિસ્તારવા અને ટકાઉ જળ સંરક્ષણ કરવામાં આવે છે. જેના માટે ખેડૂતોને ટપક સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરવા સબસિડી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
કેંદ્ર મોદી સરકાર દ્વારા મત્સ્ય પાલકો માટે આ યોજનાની શરૂઆત 10 સપ્ટેમ્બર 2020માં થઈ હતી. આ યોજના નાણાંકીય વર્ષ 2020-21થી 2024-25 સુધી લાગુ રહેશે. આ યોજના હેઠળ સરકાર 3 લાખ રૂપિયાની લોન આપે છે. સાથે જ ખેડૂતોને તળાવ, હેચરી, ફીડિંગ મશીન અને ક્વોલિટી ટેસ્ટિંગ લેબની સુવિધા પણ ઉપબલ્ધ કરાવે છે.
પ્રધાનમંત્રી કુસુમ યોજના
આ યોજના હેઠળ કેંદ્ર સરકાર સોલર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી આપે છે, જેથી ખેડૂતો સૌર ઉર્જાની મદદથી ઓછા ખર્ચે સારો પાક ઉગાડી શકાય.આ યોજના અંતર્ગત 90 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનું લાભ ખેતી, માછીમારી અને પશુપાલન સાથે સંકળાયેલા કોઈપણ ખેડૂત ક્રેડિટ કાર્ડનો લાભાર્થી બની શકે છે. વર્ષ 1998માં શરૂ થયેલી આ સ્કીમ સરકારી અને બિન-સરકારી બેંકો દ્વારા ચલાવવામાં આવે છે. ખેડૂતોને તેમની જમીનના હોલ્ડિંગ અને પાકના આધારે કૃષિ જરૂરિયાતો માટે લોન આપે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતો, વ્યક્તિગત/સંયુક્ત ઋણધારકો, માલિક ખેડૂતો, ભાડૂત ખેડૂતો, સ્વસહાય જૂથોને ખેતી માટે અને અન્ય જરૂરિયાતોને બેંકિંગ સિસ્ટમની પૂરતી ઍક્સેસ પ્રદાન કરવાનો છે. આ સ્કીમમાં અરજી મળ્યાના 14 દિવસમાં જ KCC જારી કરવામાં આવે છે.
Share your comments