Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

1 ઓગસ્ટથી પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો આવશે કે નહીં ? જાણો ઓનલાઇન

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ મોદી સરકાર ની મહત્વાકાંક્ષી યોજનામાંથી એક યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દરે વર્ષે ૨૦૦૦ રૂપિયાના ૩ સમાન હપ્તા માં કુલ ૬૦૦૦ રૂપિયા સુધા જ ખેડૂતો ના ખાતા માં મોકલવામાં આવે છે. પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો ને 2,000 રૂપિયાના 5 હપ્તા પણ આપવામાં આવી ચૂક્યા છે. હવે ટીક સમય એટલે કે ૧ ઓગસ્ટ થી આ યોજના હેઠળ સરકાર છઠ્ઠો હપ્તો ખેડૂતો ને મોકલવાનું શરૂ કરશે.

Pintu Patel
Pintu Patel
પીએમ કિસાન યોજના
પીએમ કિસાન યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ મોદી સરકાર ની મહત્વાકાંક્ષી યોજનામાંથી એક યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દરે વર્ષે ૨૦૦૦ રૂપિયાના ૩ સમાન હપ્તા માં કુલ ૬૦૦૦ રૂપિયા સુધા જ ખેડૂતો ના ખાતા માં મોકલવામાં આવે છે. પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો ને  2,000 રૂપિયાના 5 હપ્તા પણ આપવામાં આવી ચૂક્યા છે. હવે ટીક સમય એટલે કે ૧ ઓગસ્ટ થી આ યોજના હેઠળ સરકાર છઠ્ઠો હપ્તો ખેડૂતો ને મોકલવાનું શરૂ કરશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે અને તે માટે રજિસ્ટ્રેશન ક્યાં કરી શકાય ?

આ યોજના દેશ ના નાના અને સીમાંત ખેડુતોને વર્ષે 2000-2000 રૂપિયા ના ત્રણ સમાન હપ્તા ખેડૂતોના બેંક ખાતા માં સુધા જ આપવામાં આવે છે. હવે આ યોજનામાં તમામ ખેડૂતો જોડાઈ શકે છે. પહેલા આ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે મર્યાદિત હતી. કોઈ ખેડૂત આ યોજના માં રજિસ્ટ્રેશન કરવાના બાકી હોય તો તેઓ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) જઈ જરૂરી ડોકયુમેન્ટ આપી ને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વિશેષ માં, નિયુક્ત કરવામાં આવેલા સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારી અને નોડલ અધિકારી પણ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

પીએમ કિસાન યોનમાં જોડાયા કરોડો ખેડૂતો

પહેલા જ જણાવવાં આવ્યું તેમ કે આ યોજના ખેડૂતો માટે અને સરકાર માટે ખુબ જ મહત્વ ની છે અને આ યોજનાથી દેશ ના તમામ ખેડૂતો ને મદદ કરવામાં આવી રહી છે. ( જે રાજ્ય સરકારે આ યોજના નો અમલ તેમના રાજ્ય માં નથી કર્યો તે રાજ્ય ના ખડૂતો ને આ લાભ મળવા પાત્ર નથી ). આ યોજનામાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. તેમજ, અત્યાર સુધી 19,350.84 કરોડ રૂપિયાની અધધ સહાય ખેડૂતોના ખાતાંમાં સીધી જ મોકલવામાં આવી ચૂકી છે. તેમ જ અત્યાર સુધીમાં ખેડૂતોને 5 હપ્તા મળી પણ ચુક્યા છે.

પીએમ કિસાન યોજનાનું સ્ટેટ્સ જાણો

  • તમે જો આ યોજનામાં લાભ મેળવવા માટે અગાઉ અરજી કરી છે અને તમારું નામ લાભાર્થીઓની યાદી માં ઉમેરો થયો છે કે નહીં તે જાણવા માટે સરકાર ની વેબસાઇટ pmkisan.gov.in પર જઇને ચેક કરી શકાશે.
  • સૌપ્રથમ તમારા કોમ્યુટર કે ફોન માં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ જોવા માટે વેબસાઇટ pmkisan.gov.in સર્ચ કરો.
  • આ વેબસાઈટ ખુલ્યા બાદ મેનુ બાર જુઓ અને ત્યાં આપેલ ‘ફાર્મર કોર્નર’ (Farmer Corner) પર જાઓ.
  • ફાર્મર કોર્નર પર ક્લીક કર્યા બાદ ‘લાભાર્થી લિસ્ટ’ની લિંક પર ક્લિક કરીને આગળ વધો.
  • ટી પૂછવામાં આવી માહિતી ને સચોટ રીતે ભરો. એટલે કે, તમારું રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.
  • આ વિગતો ભર્યા બાદ ગેટ રિપોર્ટ (Get Report) પર ક્લીક કરો અને ત્યારબાદ વિગત તમારી સામે હશે.
  • આ યોજના અંતર્ગત લાભ પ્રાપ્ત ખેડુતોનાં નામ રાજ્ય/જિલ્લાવાર/બ્લોક/ગામ મુજબ વિગતવાર જોઈ શકાશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More