Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

સેવા સેતુ કાર્યક્રમ: એક દિવસમાં 23 હજારથી વધુ લોકોએ લીઘું સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ

ગુજરાત સરકારની જનક્લાયણકારી અને અલગ અલગ યોજનાઓનો લાભ રાજ્યના લોકોને સરળતાથી મળી શકે તેના માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર કેન્દ્ર અને રાજ્યની યોજના નાગરિકો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચાડવા માટે ગઈ કાલે શરૂ કર્યો હતો,

Amansinh Jadeja
Amansinh Jadeja
સેવા સેતુ પ્રોગ્રામ
સેવા સેતુ પ્રોગ્રામ

ગુજરાત સરકારની જનક્લાયણકારી અને અલગ અલગ યોજનાઓનો લાભ રાજ્યના લોકોને સરળતાથી મળી શકે તેના માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર કેન્દ્ર અને રાજ્યની યોજના નાગરિકો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચાડવા માટે ગઈ કાલે શરૂ કર્યો હતો, જેના લાભ છેલ્લા એક દિવસમાં 23 હજારથી વધુ લોકોએ લઈ લીઘું છે.જણાવી દઈએ આ સેવા સેતુના 10માં તબક્કાનો રાજ્યવ્યાપી કાર્યક્રમ છે, જો કે 31 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે. ઉપરાંત આ દરમિયાન તાલુકાના દીઠ 3 અને નગરપાલિકા-મહાનગરપાલિકાના દીઠ 2 કાર્યક્રમ દરરોજ કરવામાં આવશે અને તેના થકી રાજ્ય અને કેન્દ્ર સરકારની 55 જેટલી યોજનાઓ અને સેવાઓના લાભ લોકો સુધી પહોંચડાવામાં આવશે.

અરજદારોની અરજીઓનું સ્થળ પર જ આવશે ઉકેલ  

રાજ્ય સરકારના એક અધિકારી પાસેથી મળી માહિતી મુજબ સેવા સેતુ કાર્યક્રમ રાજ્ય સરકારની જનકલ્યાણકારી અભિગમનું એક ભાગ છે. તેના અંતર્ગત અરજદારોની અરજીઓનો ઉકેલ પણ સ્થળ પર જ શોધી કાઢવામાં આવશે. જણાવી દઈએ કે તાજેતરમાં અમરેલી જિલ્લાના કુંકવાવ-વડિયા તાલુકામાં પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયુ હતો, જ્યાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ડાયાબિટીઝ તેમજ બલ્ડ પ્રેશરની ચકાસણી થયા બાદ 33 આરોગ્ય કલ્યાણ કાર્ડ માટે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

પશુઓનું રસિકરણ

સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પોતાના પશુઓની સારવાર માટે તેમને લઈને આવ્યા પશુપાલકો પણ તેના લાભ મેળવી રહ્યા છે.વિતેલા એક દિવસમાં 480 પશુઓની સારવાર કરીને તેમનું રસિકરણ પણ એક જ દિવસમાં કરવામાં આવ્યો છે. તેના સાથે જ 38 લાભાર્થિઓને આવકના દાખલા, 28 જન્મં મરણ પ્રમાણપત્રો,24 લાભાર્થિયોને રાશન કાર્ડ, 10 બાળકોના આધાર નોંઘણી તેમજ 7 લોકોની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની અરજી કરવામાં આવી હતી. (આ આકડા ફક્ત અમરેલી જિલ્લાના એક દિવસના  છે,જો કે વધું પણ હોઈ શકે છે.)

શું છે સેવા સેતુ કાર્યક્રમ?  

સેવા સેતુ કાર્યક્રમ થકી રેશન કાર્ડ સંબધિત વિવિધ સેવાઓનો લાભ રાજ્યના લોકો સુધી પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે. તેમાં રેશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ અટકમાં સુઘારો કરવો, સરનામામાં ફેરફાર કરવાનું તેમજ આધાર્ડ કાર્ડમાં પણ સુધાર કરવામાં .આવશે. સેતુ કાર્યક્રમાં રેશન કાર્ડધારકોની ઈ-કેવાઈસી કરવા બાબત પણ આપવામાં આવશે. તેના સાથે જ લોકોએ ઘરે બેઠા પણ MY Ration Mobile એપ્લીકેશન થકી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાઈસી કરી શકે છે તેમજ ગ્રામ્ય સ્તરે વીસીઈ દ્વારા પીડીએસ પ્લસ મોબાઇલ એપ્લીકેશન થકી પણ પોતાની અન  કુંટુંબના સભ્યોનું ઈ-કેવાઈસી કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More