Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાઓનો લાભ મેળવવા ત્રણ રીતે કરી શકાશે રજીસ્ટ્રેશન

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા રાજ્યના અસંગઠિત તથા સ્થળાંતરીત શ્રમયોગીઓ eSHRAM પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશેતેમ નાયબ શ્રમઆયોગની યાદીમાં જણાવાયું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
યોજનાનાઓનો લાભ
યોજનાનાઓનો લાભ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા રાજ્યના અસંગઠિત તથા સ્થળાંતરીત શ્રમયોગીઓ eSHRAM પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ નાયબ શ્રમઆયોગની યાદીમાં જણાવાયું છે.

કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે ઇ-માટે ઇ-શ્રમ પોર્ટલને લોન્ય કરવામાં આવ્યું હતું. આ ઈ-શ્રમ પોર્ટલ પર દેશના અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવે છે. જેથી કેન્દ્રઅને રાજ્ય સરકાર દ્વારા અમલી હોય તેવી વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓ અસંગઠિત શ્રમયોગીઓસુધી પહોંચાડવામાં સરળતારહેશે.

eSHRAM પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગીરજીસ્ટ્રેશન ત્રણ રીતે કરી શકશે. સેલ્ફ જીસ્ટ્રેશન એટલે કે સ્માર્ટ ફોન ઉપર જાતે રજીસ્ટ્રેશન કરી શકશે, કોમન સર્વિસ સેન્ટર મારફત અને ઈ-ગ્રામ કેન્દ્રો મારફત રજીસ્ટ્રેશન કરી શકશે. આ પ્રમાણે નોંધણી કરાવતાં શ્રમયોગીઓને સ્થળ પર ઇ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. ઇ-શ્રમ પોર્ટલ હેઠળ આ નોંધણી વિનામૂલ્યે છે.

eshram.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે અસંગઠિત શ્રમયોગીઓએ આધાર કાર્ડ આધાર સાથે લીક મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે. ૧૬ થી ૬૦વર્ષની ઉંમરના અસંગઠિત શ્રમયોગીઓ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે.

અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ સ્થળાંતરીત શ્રમયોગીઓ ડોમેસ્ટીક વર્કર્સ ખેત શ્રમયોગીઓ સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ સ્ટ્રીટ વેન્ડર્સ નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, પ્લાન્ટેશન વર્કર્સ, મીલ્ક મેન, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો
મધ્યાહ્નભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સબંધિત શ્રમયોગીઓનોસમાવેશ થાય છે.

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને ૧ વર્ષ માટે રૂ. ૨ લાખનો અકસ્માત વીમો આપવામાં આવશે. જો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કોઇ શ્રમયોગીને અકસ્માત થાય તો મૃત્યુ કે કાયમી વિકલાંગતાની સ્થિતિમાં રૂા.ર લાખ મળવા પાત્ર થશે અને અંશતઃ વિકલાંગતાના કેસ્સામાં રૂા.૧ લાખ મળશે, નોંધણી થયેથી શ્રમયોગીઓને ૧૨ અંકોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનું ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. જે દેશભરમાં માન્ય રહેશે.

આ પણ વાંચો - PM AWAS YOJANA ની નવી સૂચીમાં તમારુ નામ છે કે કેમ? આ રીતે કરો ચેક

આ પણ વાંચો - ગાય આધારિક ખેતીની સહાય માટે પશુપાલકો 19મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More