Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

વડા પ્રધાનની મોટી જાહેરાત, મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવા દર મહિને મળશે 7 હજાર

દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેંદ્રની નરેંદ્રભાઈ મોદીની સરકારે નવી યોજના લઈને આવી છે. આજે એટલે કે સોમવારે 9 ડિસેમ્બર 2024 ના રોજ હરિયાણાના પાનીપતમાં વડા પ્રધાને મહિલાઓને રોજગારની તક પૂરી પાડવા માટે “વીમા સખી યોજનાની” જાહેરાત કરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેંદ્રની નરેંદ્રભાઈ મોદીની સરકારે નવી યોજના લઈને આવી છે. આજે એટલે કે સોમવારે 9 ડિસેમ્બર 2024 ના રોજ હરિયાણાના પાનીપતમાં વડા પ્રધાને મહિલાઓને રોજગારની તક પૂરી પાડવા માટે વીમા સખી યોજનાની જાહેરાત કરી છે.  આ યોજના હેઠળ ગ્રામીણ અને અર્ધ-શહેરી ક્ષેત્રની મહિલાઓ માટે રોજગારની પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે અને તેઓને આર્થિક રીતે મજબૂત કરવામાં આવશે. આ યોજનાનું લાભ 10 મીં ધોરણ સુધી ભણેલી 18 થી 70 વર્ષની મહિલાઓને જ મળશે. આ યોજના માટે અરજી કરનાર મહિલાઓને શરૂઆતના 3 વર્ષ સુધી ખાસ તાલીમ આપવામાં આવશે અને ત્રણ વર્ષ સુધી સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે હરિયાણમાં આ યોજનાની જાહેરાત સાથે જ વડા પ્રધાને બગાયત યુનિવર્સિટીનું પણ શિલાન્યાસ કર્યો હતો.

મહિલાઓને મળશે 7 હજાર રૂપિયાની સહાય   

18 થી 70 વર્ષની વયની 10મી પાસ મહિલાઓ માટે બનાવામાં આવેલ વીમા સખી યોજના અંતર્ગત મહિલાઓને 3 વર્ષ માટે વિશેષ તાલીમ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ પૂરી થયા બાદ મહિલાઓ LIC એજન્ટ તરીકે કામ કરી શકશે. એટલું જ નહીં, ગ્રેજ્યુએશન પાસ કરનાર બીમા સખીઓને પણ LICમાં ડેવલપમેન્ટ ઓફિસર બનવાની તક મળશે. આ યોજનાને સફળ બનાવવા માટે સરકાર દ્વારા અરજી કરનાર મહિલાઓને 7 હજાર રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં આવશે.

હોર્ટિકલ્ચર યુનિવર્સિટી માટે 700 કરોડનો ખર્ચ કરવામાં આવશે 

પીએમ મોદીએ હરિયાણાના કરનાલમાં મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસનો શિલાન્યાસ પણ કર્યો હતો. યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસ અને છ પ્રાદેશિક સંશોધન કેન્દ્રો 495 એકરમાં ફેલાયેલા છે, જેની સ્થાપના રૂ. 700 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે.

પીએમ મોદીએ મહિલાઓને કહ્યું અભિનંદન

હરિયાણાના પાનીપતમાં દેશની મહિલાઓ માટે વીમા સખી યોજનાની જાહેરાત કર્યા પછી પીએમ મોદીએ કહ્યું કે આ સમય કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા જયંતની મહોત્સવનું પણ આયોજન કરવામાં આવી રહ્યો છે. તેથી કરીને હું ગીતાની ભૂમી હરિયાણાને નમન કરું છું. હરિયાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન તમામ માતાઓ અને બહેનોએ મ્હારા હરિયાણા, નોનસ્ટોપ હરિયાણાના નારા ને સફળ બનાવ્યો છે. આપણે સૌએ એ સૂત્રને અમારો ઠરાવ બનાવ્યો છે. હવે દેશની બહેન-દીકરીઓને રોજગારી આપવા માટે અહીં વીમા સખી યોજના શરૂ કરવામાં આવી છે. હું દેશની તમામ બહેનોને અભિનંદન આપું છું.

પીએમે કહ્યું કે જો બહેનો પાસે જન ધન બેંક ખાતા ન હોત તો ગેસ સબસિડીના પૈસા સીધા તેમના ખાતામાં ન આવ્યા હોત, કોરોનાના સમયગાળા દરમિયાન આપવામાં આવેલી મદદ મળી ન હોત, દીકરીઓ માટે મળવું મુશ્કેલ બન્યું હોત. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ, જે વધુ વ્યાજ આપે છે. મહિલાઓના પોતાના બેંક ખાતા હતા જેથી તેઓ મુદ્રા લોન લઈ શકતી હતી. જેમની પાસે બેંક ખાતા પણ ન હતા તેઓ હવે ગામડાના લોકોને બેંક સખી તરીકે બેંકો સાથે જોડી રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More