Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના: આવી રીતે ખેડૂતોને થાય છે ફાયદો, સબસીડી માટેના નિયમ જાણી લો

ગુજરાતના અનેક વિસ્તારોમાં નબળો વરસાદ પડે એટલે સિંચાઇની તકલીફ ઊભી થવા લાગે છે. એકંદરે ખેતી વરસાદ ઉપર આધારિત છે, ત્યારે નબળું ચોમાસું ખેડૂતો પર મુશ્કેલી લઈને આવે છે. આવી સ્થિતિમાં સિંચાઇની વ્યવસ્થા વધુ સુચારુ બને તે માટે મોદી સરકારે ઘણા સમયથી પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. જે અંતર્ગત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અમલવારીમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Sagar Jani
Sagar Jani
Pradhan Mantri Krishi Sinchai Yojana
Pradhan Mantri Krishi Sinchai Yojana

ગુજરાતના અનેક વિસ્તારોમાં નબળો વરસાદ પડે એટલે સિંચાઇની તકલીફ ઊભી થવા લાગે છે. એકંદરે ખેતી વરસાદ ઉપર આધારિત છે, ત્યારે નબળું ચોમાસું ખેડૂતો પર મુશ્કેલી લઈને આવે છે. આવી સ્થિતિમાં સિંચાઇની વ્યવસ્થા વધુ સુચારુ બને તે માટે મોદી સરકારે ઘણા સમયથી પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. જે અંતર્ગત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અમલવારીમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારે ખેડૂતોના ફાયદા માટે અનેક યોજના અમલમાં મૂકી છે. જેમાં કૃષિમાં ઉત્પાદન વધારવાથી લઈ પાકનું સારું વળતર મળે તે યોજના પણ સામેલ છે. આ યોજનાઓ પૈકી એક યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના.

લોકોના મનમાં ઘણી વખત સવાલ ઉઠે કે આ યોજના છે શું? ખેડૂતોને કેવી રીતે તેનો ફાયદો મળે છે. આજ અહીં આપણે જાણીશું કે, ક્યાં ખેડૂતો આ ખાસ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. કઈ પ્રક્રિયા કરીને ખેડુત ભાઈઓ સરકારની સિંચાઈ માટેની સબસીડી લે છે.

એક યોજના હેઠળ અનેક મદદ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી ઉત્પાદન વધારવાની સાથે પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ ખેડૂતોને આર્થિક મદદ પણ મળે છે. એટલે કે, એક યોજના અંતર્ગત જ અનેક રીતે મદદ કરવામાં આવે છે.

પર્યાવરણનો ખાસ ખ્યાલ રાખે છે

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી ખેડૂતોના ઉત્પાદનમાં તો વધારો થાય જ છે, તે સાથે આ યોજનાના કારણે પર્યાવરણનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.

યોજના શું છે?

કેન્દ્ર સરકારે દરેક ક્ષેત્રને પાણી આપવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના શરૂ કરી છે. દેશના દરેક જિલ્લાના તમામ ખેતર સુધી પાણી પહોંચાડવાની સરકારની યોજના છે. જે અંતર્ગત સરકાર દ્વારા નવા જળ સ્ત્રોતનું નિર્માણ, જળ સંચય ભૂગર્ભજળ વિકાસ સહિતના પ્રશ્ને કામ કરવામાં આવશે. આ સાથે જ યોજનામાં સરકાર તરફથી સિંચાઈ માટેના સાધનો પુરા પાડવામાં આવશે. યોજનામાં મોટી સબસીડી પણ આપવામાં આવી રહી છે. જેમાં પાણી, ખર્ચો અને મહેનતની બચત થાય છે. એકંદરે કહીએ તો જો તમે નવી રીતથી સિંચાઈ કરો તો તેના સાધનો ખરીદવામાં સરકાર ખેડૂતોની મદદ કરશે. 

કઈ બાબતને અપાશે પ્રોત્સાહન?

આ યોજનાના માધ્યમથી ટપક સિંચાઇ, સ્પ્રિંકલ સિંચાઇ જેવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સાથે જ પાક આધારિત સિંચાઇ કરવાની સલાહ અપાવામાં આવે છે. જેના કારણે પાણીની બચતની સાથોસાથ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. હકીકતમાં યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિથી સિંચાઈ ના કરવાથી ખૂબ મુશ્કેલી પડે છે. ખેડૂતોના પાક ઉપર અસર થાય છે.

Krishi Sinchai Yojana
Krishi Sinchai Yojana

ક્યાં ક્યાં ખેડૂતોને થશે ફાયદો?

આ યોજના એવા ખેડૂતોને ફાયદો કરાવે છે, જેની પાસે પોતાનું ખેતર અને જળ સ્ત્રોત હોય. જે ખેડૂતો કોન્ટ્રાકટ ફર્મિંગ કરતા હોય તેને પણ આ યોજનાનો ફાયદો થઈ રહ્યો છે. સહકારી સદસ્યો, સ્વ સહાય જૂથોને પણ તેનો ફાયદો થાય છે.

કેવી રીતે થશે ફાયદો?

આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે તમારે સત્તાવાર વેબસાઈટ પર જોઈને લોગ ઇન કરવું પડશે. આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ અપાવા પડશે. આ સાથે જ આ યોજનામાં સિંચાઇ ઉપકરણ પર સરકાર તરફથી 80થી 90 ટકા અનુદાન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને લાભ આપવા માટે વડાપ્રધાન કૃષિ સિંચાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેડુતો તેમના ખેતરોના સિંચાઈ માટેના ઉપકરણો માટે સબસિડી મેળવી શકે છે. આ યોજનાના માધ્યમથી કૃષિનો વધારો થશે, ઉત્પાદકતા વધશે, જે અર્થવ્યવસ્થાના સંપૂર્ણ વિકાસ તરફ દોરી જશે તેવી આશા છે. આ યોજના માટે કેન્દ્ર દ્વારા 75% અનુદાન આપવામાં આવશે અને 25% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More