પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) એ આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને મફત અનાજ પૂરું પાડવાની યોજના છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એપ્રિલ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ગરીબ પરિવારોને રાશન આપવામાં આવે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોને આર્થિક અને સામાજિક સહાય માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને ભોજન આપવામાં આવે છે, જેના માટે સરકાર કોઈ પૈસા લેતી નથી. આ યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3.91 લાખ કરોડ રૂપિયાની ફૂડ સબસિડી આપવામાં આવી છે અને 1,118 લાખ ટન રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે.
યોજના હેઠળ ગરીબોને મળે છે 5 કિલો ઘઉં અને ચોખા
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) એપ્રિલ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના ઘણી વખત લંબાવવામાં આવી છે. સપ્ટેમ્બરના અંતમાં, આ યોજનાને ડિસેમ્બર 2022 સુધી ત્રણ મહિના માટે લંબાવવામાં આવી હતી. હવે ફરી એકવાર તેને વધારવાની ચર્ચા ચાલી રહી છે. આ યોજના હેઠળ સરકાર ગરીબોને 5 કિલો ઘઉં અને ચોખા મફતમાં આપે છે.
યોજનાનો લાભ લેવા રાશન કાર્ડ અનિવાર્ય
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ NFSA હેઠળ અપાતા રાશનની સરખામણીમાં વધારે રાશન આપે છે. લોકો પાસે રેશન કાર્ડ હોય તો જ આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જો કોઈપણ ભારતીય નાગરિક પાસે રાશન કાર્ડ નહી હોય, તો આ યોજના હેઠળ રાશન ઉપલબ્ધ થશે નહીં. PMGKAY હેઠળ, 80 કરોડ ગરીબ પરિવારોને યુનિટ દીઠ 5 કિલો ચોખા અને ઘઉં આપવામાં આવે છે.
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, માત્ર એવા લોકોને જ લાભ આપવામાં આવે છે જેમની પાસે રેશન કાર્ડ છે અને જેમનું રેશન કાર્ડ આધાર સાથે લિંક છે. તમે તેને નજીકની સરકારી દુકાનમાંથી મેળવી શકો છો. જો તમામ માહિતી સાચી હશે તો દુકાનદાર આ યોજના હેઠળ રાશન આપશે.
લોકસભામાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે માહિતી આપી હતી કે નાણાંકીય વર્ષ 2020-21માં PMGKAYની રજૂઆત દરમિયાન 1,13,185 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે 2021-22માં 1,47,212 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ 2022-23 માટે 1,30,600 કરોડ રૂપિયાની જાહેરાત કરવામમાં આવી હતી.
આ પણ વાંચો:આત્મા યોજના: મહિલાઓ માટે વરદાનરૂપ છે આ યોજના, જાણો સંપુર્ણ માહિતી
Share your comments