Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

એક એવી યોજના જેનાથી જગતના તાતને થશે લાભ

રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 2016થી ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમલી કરવામાં આવી છે. આ યોજનાના મુખ્ય હેતુ છે કે કુદરતી આપત્તિઓને કારણે થતા પાક નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા, ખેડૂતોની આવકને સ્થિર કરવા, ઉપરાંત જગતના તાતને નવીન અને અદ્યતન કૃષિ ટેકનિકો વાપરતા કરવા સાથે જ કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.

Himanee Chauhan
Himanee Chauhan
Pradhan Mantri Fasal Bima Yojana
Pradhan Mantri Fasal Bima Yojana

ખેડૂતોને અણધારી આફ્તમાં મળશે મદદ

ખેતીએ ભારતનો મુખ્ય વ્યવસાય છે, અને ભારતની લગભગ વસ્તી આ વ્યવસાય સાથે જોડાયેલી છે. આમ તો ભારતમાં ખેતીકાર્ય માટે જરૂરી એવા સાધનો ઉપલબ્ધ છે. પરંતુ ક્યારેક ક્યારેક એવી અણધારી આફતો આવે છે કે જેમાં ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે ઘણા અગત્યના નિર્ણયો લીધા છે. ભારત સરકારે ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ બહાર પાડી છે જેના દ્વારા ખેડૂતોને સારી એવી મદદ મળી શકે.  

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શું છે? (What Is Pradhan Mantri Fasal Bima Yojana ?)

દેશમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની શરૂઆત 18 ફેબ્રુઆરી 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના સંકટના સમયે મદદરૂપ થઈ શકે તેવી યોજના છે, અને આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકનો વીમો મેળવી શકે છે. ખેડૂતો તેમના પાકનો વીમો મેળવીને વાવઝોડા, તોફાન, વરસાદ કે કોઈ આફતના કારણે તેમના પાકને થયેલા નુકસાનના બદલામાં સરકાર પાસેથી વળતર મેળવી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકનો વીમો કરાવીને આર્થિક આપત્તિઓથી રક્ષણ મેળવી શકે છે.

યોજનાનો ઉદ્દેશ્ય

  • અણધાર્યા સંજોગોના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવો એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
  • ખેડૂતોની આવક સ્થિર રાખવા કે જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી શકે.
  • ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવુ.
  • કૃષિ ક્ષેત્રમાં નાણાનો પ્રવાહ જાળવી રાખવો.

કેટલુ પ્રીમિયમ ભરશો

આ યોજના હેઠળ ખેડૂતો માટે 2 ટકા, રવિ પાક માટે1.5 ટકા તેમજ વાર્ષિક વાણિજ્ય અને બાગાયતી પાકો માટે 5 ટકા સુધીનુ પ્રિમીયમ ભરવાનુ રહેશે.

નીચેના સંજોગોને પાકના જોખમની સહાયતા માટે આવરી લેવાશે.

  • વાવેતર ન થવું – ઓછા વરસાદને કારણે અથવા વિપરીત વાતાવરણની સ્થિતિના કારણે, વીમા હેઠળના વિસ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડે તેવા સંજોગામાં.
  • વાવણીથી લણણી સુધી – અટકાવી ન શકાય તેવા જોખમો એટલે કે દુકાળ, વરસાદ ન પડવો, પૂર, વરસાદથી જળબંબાકાર, જીવાત અને રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડુ, બરફના તોફાન, ચક્રવાત અને ચક્રવાતને કારણે થતા વરસાદ તેમજ કમોસમી વરસાદ / માવઠાંના જોખમોના કારણે થતું નુકસાન વ્યાપક રીતે વાપરી લેવામાં આવે છે.
  • કાપણી પછીના નુકસાન – કાપણી પછીના 2 અઠવાડિયા સુધીના સમયને વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • સ્થાનિક આપત્તિઓ – નોટિફાઈડ વિસ્તારમાં કરા પડવા, જમીન ખસવી અને જળ બંબાકારના કારણે સ્થાનિક વિસ્તારમાં પાકને નુકસાન થવું.
  • ઓન અકાઉનટ પેમેન્ટની જોગવાઈ – મુખ્ય પાકો માટે મધ્યવતી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ

કેવી રીતે કરશો અરજી

ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે અરજી કરી શકે છે. જો તમે આ યોજનામાં ઓફલાઈન અરજી કરવા માંગો છો, તો તમે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને આ યોજનામાં અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી તમે નીચે મુજબ કરી શકો છો.

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અધિકૃત વેબસાઈટ gov.in પર જાઓ.
  • ત્યાં તમારી સામે હોમપેજ ખૂલશે
  • તે હોમપેજ પર ફાર્મર કોર્નર વિકલ્પ પર ક્લિક કરીને તમે પાક વીમા માટે અરજી કરી શકો છો.
  • ત્યારબાદ ગેસ્ટ ફાર્મર પર ક્લિક કરવું.
  • જેમાં નવું વપરાશકર્તા ખાતુ બનાવવા માટે તમારે જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.
  • સંપૂર્ણ વિગતો નોંધાઈ ગયા બાદ ‘વપરાશકર્તા બનાવો’ વિકલ્પ પર ક્લિક કરો.                                                                                                                                                                                                                                                                    આ પણ વાંચો : આંગણવાડી ભરતી : 2022

         આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More