કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આયાસ યોજના એક મહત્વકાંક્ષી યોજના છે. આ યોજનાનો લક્ષ્ય વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારોના લોકોને તેમના પાકા મકાનો ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાને મોદી સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત ઘર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ અત્યાર સુધીમાં લાખો જરૂરિયાતમંદો મેળવી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત સત્તાવાળાઓ પાસેથી સબસિડી મેળવવામાં આશરે 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરી છે તો તમે આ અંગે તમારી સ્થિતિ અંગે જાણકારી મેળવી શકો છો.
ઝૂંપડપટ્ટીના લોકો પણ લાભ મેળવી શકશે
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઝૂંપડપટ્ટી-વસાહતોમાં રહેતા લોકોને આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત સરકાર તરફથી તેમને રૂપિયા 1 લાખનું ભંડોળ આપવામાં આવે છે. આ લોકોને સારા ઘરની સુવિધા મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમની પાસે પોતાની પ્રૉપર્ટી નથી અને જેઓ ઘર બનાવવા માટે હોમ લોન માટે યોગ્યતા ધરાવતા નથી તેમને પણ આ સ્કીમનો લાઘ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર BLC સુવિધા હેઠળ પ્રૉપર્ટી વાળા ઘર બનાવવા અથવા તેને સારા કરવા માટે AHP હેઠળ 1.50 લાખ રૂપિયા પ્રતિ ઘર આપવામાં આવે છે.
ઑનલાઇન સ્ટેટસ તપાસવાની પ્રક્રિયા
સૌથી પહેલા તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અધિકૃત વેબસાઈટ http://pmaymis.gov.in/ પર જવું
ત્યારબાદ Citizen Assessment પર ક્લિક કરવું
હવે Track Your Assessment Status પર ક્લિક કરો
નવું પેજ ખુલશે.
તેમા તમે રજિસ્ટ્રેશન નંબર નાંખો.
આ ઉપરાંત તમે By Name, Father Name, Mobile No માં કોઈ એક પર ક્લિક કરો.
પસંદ કરવામાં આવેલ વિકલ્પમાં તમારા રાજ્ય, શહેર, જીલ્લા, તમારું નામ, પિતાનું નામ અને મોબાઇલ નંબર દાખલ કરો.
ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો.
આ રીતે અરજીની સ્થિતિ અંગે જાણી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવસા યોજના એપ્લિકેશન સ્ટેટસ ક્રેડિટ લિક્વિડ સબસીડી સ્કીમ (CLSS) અંતર્ગત હોમ લોન માટે યોગ્યતા ધરાવતા લોકોને આપવામાં આવે છે. તે અંતર્ગત વાર્ષિક 6.50 ટકા વ્યાજ દરથી હોમ લોન મળી શકે છે.
Share your comments