પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના PMJJBY એ કેન્દ્ર સરકારની નવી જીવન વીમા યોજના છે, તે એક વર્ષની જીવન વીમા યોજના છે. જેનું દર વર્ષે નવીનીકરણ થાય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા ધારક વ્યક્તિ 55 વર્ષની ઉંમર સુધીમાં કોઈપણ કારણસર મૃત્યુ પામે છે તો PMJJBY યોજના હેઠળ, તેમના વારસદારોને સરકાર દ્વારા રૂપિયા 2 લાખનો જીવન વીમો મળશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ઉદ્દેશ દેશના દરેક નાગરિકોને નજીવા દરે અને સરળ રીતે જીવન વીમાની સુરક્ષા પહોંચાડવાનો છે. ભારતીય જીવન વીમા નિગમ LIC અને અન્ય ખાનગી વીમા કંપનીઓના માધ્યમથી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો મારફતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો અમલ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા ધારક વ્યક્તિ 55 વર્ષની ઉંમર સુધીમાં કોઈપણ કારણસર મૃત્યુ પામે છે તો PMJJBY યોજના હેઠળ તેમના વારસદારોને સરકાર દ્વારા 2 લાખનો જીવન વીમો આપવામાં આવશે.
તબીબી તપાસની જરૂર નહીં
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ ભારત સરકારની ખૂબ જ સારી પહેલ છે, તે માત્ર ગરીબ અને વંચિત લોકોને ફક્ત વીમો જ નહીં પરંતુ તેમના વારસદારોને તેમના અવસાન બાદ પણ ઉજ્જવળ ભવિષ્યની તક આપે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં BPL સહિત તમામ આવક જૂથના નાગરિકો માટે પ્રીમિયમનો દર એકસરખો અને દિવસના એક રૂપિયા કરતાં પણ ઓછો છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના PMJJBY હેઠળ વીમા કવચ પ્રીમિયમ ભર્યા તારીખથી 31મી મે સુધી રહેશે. મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં વીમો ખરીદવા માટે કોઈ તબીબી તપાસની જરૂરી નથી.
યોજનાનો લાભ કોને મળશે?
ભારત દેશના ઓછામાં ઓછી ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની ઉંમર ધરાવતા કોઈપણ વ્યક્તિને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળી શકે છે.
લાભ ક્યાં સુધી મળે છે?
વિમાધારકના બેંક અથવા પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાંથી જ્યાં સુધી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ રેગ્યુલર ઓટો ડેબિટ થાય છે ત્યાં સુધી આ યોજનાનો લાભ મળે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની પરિપક્વતા વિમા ધારકની 55 વર્ષની ઉંમરે થાય છે પરંતુ વીમો 50 વર્ષની ઉંમર સુધી લઈ શકાય છે એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ વિમાધારકની 55 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મળે છે.
આ પણ વાંચો : ‘મેરી પોલિસી, મેરે હાથ’ સ્કીમમાં 3 દિવસમાં મળશે વળતર
યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રથમ પ્રીમિયમ રોકડ અથવા વીમાધારકના સેવિંગ ખાતામાંથી ઓટો ડેબીટના માધ્યમથી સ્વીકારવામાં આવશે. પ્રથમ પ્રીમિયમ સ્વીકાર્યા બાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી ધારકના બેન્ક અથવા પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાંથી દર વર્ષે મેં મહિનાની 31મી તારીખે 330 રૂપિયાનું પ્રીમિયમ ઓટો-ડેબિટના માધ્યમથી લેવામાં આવશે. જેથી ગ્રાહકના બેન્ક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં મેં મહિનાની 31મી તારીખે ઓછામાં ઓછામાં 330 રૂપિયા હોવા જરૂરી છે નહીં તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો વીમો રીન્યુ થશે નહીં.
વેઈટિંગ પિરિયડ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો વેઈટિંગ સમયગાળો પ્રથમ પ્રીમિયમ ભર્યાની તારીખથી 30 દિવસ સુધીનો છે. વેઈટિંગ સમયગાળામાં ફક્ત આકસ્મિક મૃત્યુમાં જ વીમા રકમ મળવા પાત્ર રહેશે. વેઈટિંગ પિરિયડ પૂરો થયા બાદ આ યોજના સક્રિય થશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રીમિયમ કોઈપણ જાતના બ્રેક વગર ઓટો રીન્યુ થાય છે તો બીજા વર્ષથી વેઈટિંગ પિરિયડ લાગુ પડતો નથી.
આ પણ વાંચો : Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો
યોજનાનો લાભ મેળવવા આ કરો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ બેંક ઉપરાંત પોસ્ટ ઓફિસમાં પણ મળે છે. પોસ્ટ ઓફિસની ખાસિયત એ છે કે અહીંયા પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક તમારા ઘરે આવીને તમને વીમો ઉતારી આપે છે. જેમાં તમારે કોઈપણ પ્રકારના ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી. પોસ્ટ ઓફિસના કર્મચારી તમારી આંગળીઓની છાપ લઈને તમને ગણતરીની મિનિટોમાં ઘરે બેઠા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો ઉતારી આપે છે. જેની કોઈ ફી તમારે અલગથી આપવાની રહેતી નથી.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રથમ પ્રીમિયમ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રથમ પ્રીમિયમ તમે વીમો ક્યારે લો છો તે સમયગાળાને આધારે નક્કી થાય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પ્રીમિયમની ગણતરી દર ત્રણ મહિનાના 86 રૂપિયાના હિસાબે ગણવામાં આવે છે અને પ્રીમિયમ વાર્ષિક લેવામાં આવે છે. જેમાં નાણાંકીય વર્ષ જૂનમાં શરૂ થાય છે અને મે મહિનામાં પૂરુ થાય છે.
આ પણ વાંચો : Jan Dhan Account : જનધન ખાતુ ધરાવતા લોકોને હવે દર મહિને મળશે રૂપિયા 10,000ની મદદ
આ પણ વાંચો : ‘વન નેશન - વન રેશન કાર્ડ યોજના’
Share your comments