ખેડૂતો માટે સારા સમાચાર છે. હકીકતમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana)ના 7મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોની પ્રતીક્ષાનો ટૂંક સમયમાં અંત આવશે. કૃષિ કાયદા સામે દિલ્હીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના ખેડૂત સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું હતું કે અટલ બિહારી વાજપાયીની જન્મ જયંતી નિમિતે એટલે કે 25મી ડિસેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં 7મો હપ્તો ટ્રાંસફર કરવામાં આવશે. એટલે કે પીએમ કિસાન સન્માન નિધિના નાણાં 25 ડિસેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં આવી જશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જો પૈસા ન મળે તો કોનો સંપર્ક કરવો?
જો તમને આ યોજના હેઠળ પૈસા ન મળતા હોય તો સૌ પહેલ તમારા નજીકના અધિકારી તથા જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરો. જો ત્યાંથી તમારી સમસ્યાનો ઉકેલ ન મળે, તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 પર સંપર્ક કરવો. જો ત્યાંથી પણ સમસ્યાનો ઉકેલ ન આવે તો અન્ય નંબર 011-23381092 પર સંપર્ક કરી શકાય છે.
પીએમ-કિસાન યોજના માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ
પીએમ-કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે નીચે પ્રમાણેના દસ્તાવેજ હોવા જરૂરી છે-
આધાર કાર્ડ
બૅંક ખાતા
લૅંડ હોલ્ડિંગ દસ્તાવેજ
નાગરિકતા પ્રમાણ પત્ર
નોંધણી કર્યા બાદ ખેડૂતોએ www.pmkisan.gov.in/ પર અરજી, ચુકવણી તથા અન્ય વિગતોની સ્થિતિ અંગે તપાસ કરવી જોઇએ.
પીએમ કિસાન યોજનાની સ્થિતિ તથા લાભાર્થીઓની યાદીની તપાસ કેવી રીતે કરશો?
પીએમ કિસાનની સ્થિતિ અથવા પીએમ કિસાન લાભાર્થીની યાદી માટે તપાસ કરવા ખેડૂતોએ કેટલાક તબક્કાનું પાલન કરવું જોઈએઃ
તબક્કો 1- પીએમ-કિસાન અધિકૃત વેબસાઈટ-www.pmkisan.gov.in/ પર જવું.
તબક્કો 2- મેનૂ બાર પર 'કિસાન કૉર્નર' પર ક્લિક કરવું.
તબક્કો 3- જ્યારે તેની ઉપર ક્લિક કરશો ત્યારે લાભાર્થીની સ્થિતિ અને લાભાર્થીની યાદી લખેલી વિગત જોવ મળશે, જ્યાં વિવિધ રાજ્ય પ્રમાણે તપાસ કરી શકાશે.
તબક્કો 4- જો તમે લાભાર્થી યાદીની તપાસ કરવા ઇચ્છો છો, તો તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લૉક તથા ગામ પ્રમાણે માહિતી જોવા મળશે.
તબક્કો 5- પછી 'રિપોર્ટ પ્રાપ્ત કરો' પર ટૅપ કરો.
Share your comments