Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

PM કિસાન યોજના હેઠળ તમારા ખાતામાં નથી આવ્યા પૈસા ? તો કરો આ કામ

પ્રધાનમંત્રી કિસાન યોજના માત્ર સંવેદનશીલ ખેડૂત પરિવારોને પૂરક આવકની ખાતરી નથી કરતી તેના ઉપરાંત ખેડૂતોને વિશેષ રૂપથી પાકની મોસમ પહેલા તેમની જરૂરિયાતોને પણ પૂરી પાડે છે. અને આ યોજના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં રૂપિયા 2000 ટ્રાન્સફર કરવામાં આવે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Pm Kisan Samman Nidhi Scheame
Pm Kisan Samman Nidhi Scheame

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પૈસા ટ્રાન્સફર  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરી દીધો છે. આ સાથે જ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 આવવાના શરૂ થઈ ગયા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme)ની મદદથી 10 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ સાથે તમને જણાવી દઈએ કે 10મા હપ્તાની રકમની સાથે જે ખેડૂતોના નવમા હપ્તાના પૈસા અટવાયેલા છે તે પણ આવી રહ્યા છે. એટલે કે ખેડૂતોના ખાતામાં એક સાથે 4000 રૂપિયા પણ આવી રહ્યા છે. 

11મો હપ્તો ક્યારે પડશે બહાર 

કિસાન સન્માન નિધિ યોજનાની મદદથી ખેડૂતોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે, અને 10 હપ્તા અત્યાર સુધી ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પછી 11મો હપ્તો બહાર પાડવાનો વારો આવશે. માટે જ, તમારી નોંધણીની બધી માહિતી સાચી રાખો જેથી કરીને આગામી હપ્તાના પૈસા તમારા ખાતામાં કોઈપણ અવરોધ વિના આવી શકે. નીચે કેટલીક માહિતી આપવામાં આવી છે જેને અનુસરીને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો અને જો તેમાં કોઈ ભૂલ હશે તો તમે તેને સુધારી પણ શકશો.

છેતરપિંડી રોકવા આ દસ્તાવેજો છે જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે હવે રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. એટલે કે રેશનકાર્ડ નંબરની નોંધણી બાદ જ લાભાર્થી ખેડૂતોને આગામી હપ્તાના નાણાં મળી શકશે. આ ઉપરાંત, આગામી હપ્તો આવે તે પહેલાં, એકવાર તમારું તમામ સ્ટેટસ તપાસો અને જો તમારી નોંધણીમાં કોઈ ભૂલ હોય, તો તેને સુધારી લો, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય. 

આ રીતે સુધારો ભૂલ

સૌ પ્રથમ PM કિસાન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ. આ પછી Farmers Corner પર ક્લિક કરો અને Aadhaar Editના વિકલ્પ પર જાઓ. અહીં આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. તમે અહીંથી અન્ય ભૂલો પણ સુધારી શકો છો. તમે અહીંથી અન્ય ભૂલો પણ સુધારી શકો છો. આ સિવાય તમે તમારા એકાઉન્ટન્ટ અને કૃષિ વિભાગની ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો.

જો તમારા ખાતમાં પૈસા ન આવ્યા હોય તો શું કરવુ ?

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના પૈસા કોઈ ખેડૂતના બેંક ખાતામાં નથી પહોંચી રહ્યા તો તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. જો ખેડૂતના ખાતામાં પૈસા ન પહોંચ્યા હોય અથવા કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો તેને કોઈપણ સંજોગોમાં સુધારી લેવામાં આવશે. સરકાર દરેક સંભવિત પ્રયાસ કરી રહી છે કે દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે. કૃષિ મંત્રાલયનો સંપર્ક કરીને તમે તમારી સમસ્યાઓનુ નિરાકરણ લાવી શકો છો.

કૃષિ મંત્રાલય સાથેનો સંપર્ક નંબર(Agriculture ministry helpline numbers)


પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
PM કિસાનની નવી હેલ્પલાઇન : 011-24300606
પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન : 0120-6025109

આ પણ વાંચો : Government Scheme: મોદી સરકારની આ યોજનાઓ ખેડૂતો માટે ફાયદાકારક

આ પણ વાંચો : બજેટ 2022 : 1 ફેબ્રુઆરીએ ખેડૂતોને મળી શકે છે KCC સાથે જોડાયેલો ખાસ લાભ, ખેતી કરવું થશે વધુ સહેલું

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More