Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

PM Kisan: પીએમ કિસાન સન્માન નિધીની સત્તાવાર વેબસાઇટ થઈ બંધ, જાહેર કરવામાં આવ્યા હેલ્પલાઇન નંબર

નરેંદ્રભાઈ મોદીએ લગાતાર ત્રીજી વખત દેશના વડા પ્રધાનનું કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની જાહેરાત કરી હતી. જો કે હવે સમાચાર સામે આવી રહ્યો છે કે જાહેરાત થયાના થોડા જ કલાકો પછી આ યોજનાની અધિકૃત વેબસાઇટ બંધ થઈ ગઈ છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

નરેંદ્રભાઈ મોદીએ લગાતાર ત્રીજી વખત દેશના વડા પ્રધાનનું કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની જાહેરાત કરી હતી. જો કે હવે સમાચાર સામે આવી રહ્યો છે કે જાહેરાત થયાના થોડા જ કલાકો પછી આ યોજનાની અધિકૃત વેબસાઈટ બંધ થઈ ગઈ છે, જો ગઈ કાલથી પુન: સ્થાપિત થઈ શકી નથી. આ કારણે ખેડૂતો ઇ-કેવાયસી, ખાતાની, લાભાર્થીની યાદી જેવી સેવાઓના અપડેટ્સ જાણી શકતા નથી. આવી સ્થિતિમાં, પરેશાન ખેડૂતો હેલ્પલાઇનની મદદ લઈ શકે છે, જે તેમને મદદ કરી શકે છે.

9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના છે.

તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના કારણે એમ પણ 17માં હપ્તાની જાહેરાતમાં કેટલીક દેર થઈ છે. પરંતુ હવે વેલસાઇટનું બંધ થવાના કારણે ખેડૂતો સામે ફરીથી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. એજ વચ્ચે પીએમ મોદી 18 જૂને કાશીના પ્રવાસે હશે અને તે દિવસે તેઓ ખેડૂત સંમેલનને સંબોધિત કરશે. આ અવસર પર તેઓ વારાણસીથી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ વખતે 9.3 કરોડ ખેડૂતોના ખાતમાં લગભગ 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

ગઈકાલ સાંજથી વેબસાઈટ ખુલી નથી

17મા હપ્તાની રિલીઝની તારીખના થોડા કલાકો બાદ જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ અટકી ગઈ છે. 12મી જૂનની સાંજથી 13મી જૂને લખાય છે ત્યાં સુધી વેબસાઇટ ખુલતી ન હતી. જેના કારણે ખેડૂતો અને લાભાર્થીઓ પરેશાન છે. તેઓને ડર છે કે તેમના હપ્તાના નાણાં અટકી જશે. વેબસાઈટ ન ખુલવાને કારણે ઈ-કેવાયસી સુવિધાનો લાભ મળતો નથી. જ્યારે, લાભાર્થીની યાદી, ખાતાની સ્થિતિ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ નથી.

ક્યારે ચાલૂ થશે

એમ તો પીએમ કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ બુઘવારે 12 જૂનના રોજ ચાલૂ થઈ હતી. પરંતુ થોડા ક કલાક પછી તેઓ ફરીથી બંધ થઈ ગઈ હતી. જણાવી દઈએ, સન્માન નિધીની સત્તાવાર વેબસાઇટ ગઈ કાલે સાંજે 5 વાગ્યાથી બંધ છે. વેબસાઇટ ક્યારે પુન: સ્થાપિત થશે તેને લઈને હાલ કોઈ અપડેટ સામે આવી નથી.

મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર

પરેશાન ખેડૂતો સત્તાવાર હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે. જેના માટે પીએમ કિસાન હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોએ 011-24300606 અને 155261 પર કોલ અને મેસેજ  કરીને પોતાની સમસ્યાઓ જણાવી શકે છે.

16મા હપ્તામાં 3 લાખ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા

અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનના 16 હપ્તા મોકલી દીધા છે. છેલ્લી વખત PM કિસાન યોજના (PM કિસાન 16મો હપ્તો)નો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં, ખેડૂતોને સહાય પૂરી પાડતી આ યોજનાના 16 હપ્તાઓમાં, 12 કરોડ 33 લાખથી વધુ લાભાર્થીઓને DBT દ્વારા 3 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી વહેંચવામાં આવી છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More