લોકસભા ચૂંટણીથી પહેલા પૂર્વ વડા પ્રધાન (જ્યાર સુધી ફરીથી સૌગંધ નથી ખાધા ત્યાર સુધી) નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો માટે શરૂ કરી પ્રધાનમંત્રી સન્માન નિધી યોજનાનું 16મો હપ્તો જાહેર કર્યો હતો. જો કે તેઓ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ મહારાષ્ટ્રના યવતમાલથી જાહરે કર્યો હતો. તેથી પહેલા તેમને 27 નવેમ્બર 2023 ના રોજ 15માં હપ્તા જાહેર કર્યા હતા. જો કે 17 માં હપ્તા લોકસભાની ચૂંટણીના કારણે રોકાઈ ગયું હતું, જો કે હવે પૂર્ણ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેંદ્ર મોદીએ ત્રીજા વખત દેશના વડા પ્રધાનની સૌગંધ 8 જૂનના રોજ લેશે, ત્યાર પછી જ ખેડૂતોને તેમનો 17માં હપ્તા મળશે. જો કે અત્યાર સુધી તેને લઈને કોઈ મહત્વપૂર્ણ જાણકારી બહાર પાડવામાં આવેલ નથી. પરંતુ તેના લાભાર્થીઓને લઈને એક જાણકારી ચોક્કસ બહાર આવી છે.
શું છે તે જાણકારી ?
પ્રધાનમંત્રી સન્માન નિધી યોજના જેના હેઠળ નાના ખેડૂતોને દર 4 મહિનામાં 2000 હજાર રૂપિયા ખાતર અને બિચારણ માટે આપવામાં આવે છે. તેના લાભાર્થિઓને લઈને એક મોટી બાબત સામે આવી છે. મળતી માહિતી મુજબ તેના સાથે જોડાયેલા 1 લાખથી વધુ ખેડૂતોએ તેનો લાભ નથી લેવાનું નક્કી કર્યો છે અને તેઓ આ યોજના અંતર્ગત નોંઘાયેલ પોતાનો નામ પાછા ખેંચી લીધું છે. એટલે કે આ ખેડૂતોએ પોતે જ આ યોજનાનું લાભ નથી મેળવી શકતા. ખાસ બાબત એવું છે કે તેમાં વધુ કરતાં ખેડૂતોએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના છે.
શા માટે ખેડૂતો થઈ રહ્યા છે બહાર?
વાત જાણો એમ છે કે કૃષિ મંત્રાલયે ગયા વર્ષે પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટમાં એક મોડ્યુલ રજું કર્યું હતું, જે ખેડૂતોને સ્વેચ્છાએ આ યોજનામાંથી બહાર નીકળવા માટે સક્ષમ બનાવે છે. અધિકારિઓ દ્વારા જણાવ્યા મુજબ મોટી જમીન ધરાવતા ખેડૂતોએ જાતે જ સબસિડીનો લાભ નથી લેવાનું નક્કી કર્યું છે. તે જ સમયે, કર ચૂકવનારા નાના ખેડૂતોએ પણ યોજનાનો લાભ લેવાનું બંધ કરી દીધું છે. જો તમે પણ યોજનાથી બહાર જવા ઇચ્છો છો તો તમારે પીએમ કિસાનના પોર્ટલ પર જઈને પોતાનું નોંધણી નંબર દાખલ કરવો પડશે. ત્યાર પછી તમારા રજિસ્ટ્ર્રેશન મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે જો કે તમારે ત્યાં દાખલ કરવું પડશે. આ પ્રક્રિયા દ્વારા પીએમ-કિસાન લાભાર્થી સ્કીમથી તમે બહાર થઈ જશો.
કેટલાક ખેડૂતો મેળવી રહ્યા છે અત્યારે લાભ
પ્રધાનમંત્રી સન્માન નિધી યોજનાથી ભલે 1 લાખ ખેડૂતોએ પોતાના નામ પાછળ ખેચીં લીધું હોય. પરંતુ અત્યાર સુધી પણ તેના લાભ લઈ રહેલા લાભાર્થી ખેડૂતોની સંખ્યા 3 કરોડ 03 લાખ છે. જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિઘી યોજના એક કેન્દ્રીય યોજના છે, જેની 100 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાળવામાં આવે છે. પરંતુ અત્યારે કેમ કે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી અને માંડ-માંડ નરેન્દ્ર ભાઈ મોદી ત્રીજી વખત દેશના વડા પ્રધાન ચૂંટાયા તેથી કરીને આ યોજના જ્યાર સુધી તેઓ દેશના વડા પ્રધાન રહેશે ત્યાર સુધી ખેડૂતોને તેનું લાભ આપતી રહેશે. ત્યાર પછી જો બીજી કોઈ સરકાર આવશે તો આ યોજનાનું લાભ ખેડૂતોને મળશે કે નહીં તે તો આવનારી સરકાર જ નક્કી કરશે.
Share your comments