
લોકસભા ચૂંટણીના પરીણામ સામે આવ્યા પછી તે તો નક્કી હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે સૌગંદ લેશે. રવિવારે 9 જૂન 2024 ની સાંજે ત્રીજી વાર દેશના વડા પ્રધાન તરીકે સૌંગદ લીધા પછી પીએમ ખેડૂતો માટે મોટો નિર્ણય લીધું છે. વાત જાણો એમ છે કે લોકસભાની ચૂંટણીના કારણે અટવાયેલો પીએમ કિસાન સન્માન નિધી યોજનાના 17 માં હપ્તો જાહેર કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ટૂક સમયમાં સન્માન નિધી યોજના હેઠળ ખેડૂતોને મળનાર રાશિ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ બાબતે મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે.
ખેડૂતોના કલ્યાણ માટે આમારી સરકાર પ્રતિબધ છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ નોંઘાયેલ ખેડૂતોને તેમના 17માં હપ્તા આપવાના જાહેરાત કર્યા પછી વડા પ્રધાને કહ્યું કે આમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરેલી પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબધિત છે. તેમને કહ્યું કે અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવા માંગીએ છીએ.
ખેડૂતોને મળ્યો તેનું પણ લાભ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના 17માં હપ્તાના સાથે જ વડા પ્રધાને જાહેરાત કરી છે કે ખેડૂતો માટે ઑયલ સીડ્સ અને પલ્સેજ પર પણ ધ્યાન આપવામાં આવશે. તેના સાથે જ તેમને જાહેરાત કર્યું કે મોદી 3.O માં લખપતિ દીદીની સંખ્યા વધારીને 3 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેના સાથે જ પીએમ કિસાન સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના હેઠળ પણ સોલર પેનલ માટે મળતી સબસિડીને પણ વધારવામાં આવશે.
ક્યારે મળ્યો હતો 16મોં હપ્તો
જો આપણે 16માં હપ્તાની વાત કરીએ તો મહારાષ્ટ્રના યવતમાલથી 28 ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 16મો હપ્તો જાહેર કર્યો હતો અને તેથી પહેલા પીએમ મોદીએ 27 નવેમ્બરના રોજ 15માં હપ્તા જાહેર કર્યા હતા. જો કે ખેડૂતોને મેમાં 17મા હપ્તા મળવાનું હતું, પરંતું લોકસભાની ચૂંટણીના કારણે આ હપ્તા પીએમ મોદીના ત્રીજી વખત સૌંગદ લેવા પછી 10 જૂન 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.
Share your comments